https://youtu.be/zX8TyfD86iQ

ધાનેરા નગર પાલિકા ના મુખ્ય અધિકારી એ ત્રણ ત્રણ વાર નોટિસ આપેલી હોવા છતા 

દુકાનદારોએ પતરાઓના સેઙ ના હટાવતા આજે ફરીથી ઉપર દુકાન ધરાવતા દુકાનદારોએ નગરપાલિકા ચીફ ઓફિસર ને આવેદન પત્ર આપ્યુ....

      અહેવાલ 

  શ્યામાપ્રસાદ મુખર્જીના કોમ્પ્લેક્ષ ના દુકાનદારોને નગરપાલિકા દ્વારા ત્રણદિવસ નો સમય આપ્યો હતો એ વાતને વિસ દિવસ થયા હોવા છતાં હજુ સુધી શેડ અને દબાણ દૂર કરવા મો આવ્યું નથી

      શ્યામા પ્રસાદ મુખર્જી શોપીંગ સેન્ટર ના પહેલા અને બિજા માળે દુકાન ધરાવતા દુકાન માલિકો એ વિસ દિવસ પહેલા રજૂઆત કરેલ હતી છતા કોઈ એક્સન ના લેવાતા આજે ફરીથી પહેલા અને બિજા માળ પર દુકાન ધરાવતા દુકાનદારો નગરપાલિકા કચેરીએ પહોચ્યા હતા..

      આજ ફરી ધાનેરા નગર પાલિકા ના મુખ્ય અધિકારી રૂડા ભાઈ રબારી ને શ્યામા પ્રસાદ મુખર્જી શોપીંગ ના ભોંય તળિયે આવેલી દુકાનનો ના માલિકો એ દુકાન આગળ પતરા 

ના શેડ બનાવી દેતા ઉપર નાં માળે આવેલી દુકાનો દેખાતી નથી જે શેડ અને દબાણ દૂર કરવા માટે આજે ફરીથી રજૂઆત કરાઈ હતી.          

                                         

             ઉપરના માળ પર દુકાન ધરાવતા દુકાનદારોએ જણાવ્યુ હતુ કે તેઓ ને ધમકી આપવામા આવી રહી છે ,અને પતરાઓના સેઙ બાબતે રજૂઆત ના કરો એવુ કહેવામા આવી રહ્યુ છે 

       દુકાનદારોએ જણાવ્યુ હતુ કે હવે જો બે દિવસમા નગરપાલિકા દ્વારા કોઈ એક્સન લેવામા નહી આવે તો તેઓ ધરના પર બેસી જશે...

        આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર રુઙાભાઈ રબારી એ જણાવ્યુ હતુ કૈ નગરપાલિકા દ્વારા ત્રણ વાર નોટીસ આપવામા આવી છૈ હવે ચોથી વખત નોટીસ આજે આપવામા આવશે છતા જો પતરાઓના શેઙ હટાવવામા નહી આવે તો નગરપાલિકા દ્વારા યોગ્ય પગલા ભરી કાર્યવાહી કરવામા આવશે...

અહેવાલ 

હિતેશભાઈ પુરોહિત