ખાંભા તાલુકામાં આરોગ્ય વિભાગની ટોબેકો કંટ્રોલ ફોર્સ દ્વારા તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી ૨૬ કેસો કરી રૂ.૫૨૦૦ દંડ વસુલાયોખાંભા તાલુકામાં આરોગ્ય વિભાગની ટોબેકો કંટ્રોલ ફોર્સ દ્વારા તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી ૨૬ કેસો કરી રૂ.૫૨૦૦ દંડ વસુલાયો
તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ (કોટપા ૨૦૦૩) કાયદાની અમલવારી, દંડ અને વસુલાત અંગે સામાજીક જનજાગૃતિ માટે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અને ખાંભા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ખાંભા શહેરના જાહેર માર્ગો પર કામગીરી હાથ ધરી દંડ વસુલાયો.જેમા તમાકુની બનાવટો વેચતી દુકાનોમાં ચેકીંગ હાથ ધરી કાયદાનો ભંગ કરનાર ૨૬ દુકાન ધારકોને કલમ - ૬ હેઠળ ટોટલ રૂ. ૫૨૦૦ દંડની વસૂલાત કરવામાં આવેલ.
શાળાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ કરતા એકમો લારી-ગલ્લાઓ ઉપર ૧૮ વર્ષથી નાની વયના બાળકોને તમાકુ વેચવું દંડનીય અપરાધ છે તથા તમાકુથી કેન્સર થાય છે તેવા
આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી દર્શાવતું બોર્ડ સહિતના નિયમોના ઉલ્લંધન બદલ ધન્ કાર્યવાહી હાથ ધરાઈ. આ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. શિવરામ મીના મેડિકલ ઓફિસર ડૉ.જય ભટ્ટ. ડો. આર.કે.ભાલીયા . કાઉન્સેલર રિયાઝભાઈ મોગલ સોશ્યલ વર્કર નરેશભાઈ જેઠવા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી એમ.બી.વાળા, ડી.આર વિસાણી, રામકુભાઈ વાળા, જે.વી.હડિયા તેમજ પોલીસ વિભાગની ટીમ વી.એમ.ગડથારિયા તેમજ હે.કો. બી.સી.પરમાર દ્વારા કરાઈ હતી.જેમાં રિયાઝભાઈ મોગલ અને નરેશભાઈ જેઠવા દ્વારા આ રીતે કાર્યવાહી કરી જીલ્લાને તમાકુ મુક્ત કરવામાં સારું યોગદાન આપવામાં આવી રહ્યું છે,
૧૮ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમાકુના વ્યસનથી દૂર રાખવા અને વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવા માટે ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અમરેલી દ્વારા ખાંભા તાલુકા સહિત અન્ય તાલુકાઓમાં પણ કામગીરી કરવામાં આવનાર હોવાનું ઈ.એમ.ઓ.ડૉ.એ.કે.સિંઘ દ્વારા જણાવેલ તેમજ ખાંભામાં દંડાત્મક કાર્યવાહીની સાથે સાથે લોકોને તમાકુના વ્યસનથી દૂર રહી જાહેરમાં ધુમ્રપાન ન કરવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.શિવરામ મીના દ્વારા અપીલ કરેલ જે યાદીમાં જણાવેલ છે.