રાજકોટ રૂરલના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારના પડવલા GIDC મા ખુન કરી મરણજનારની પત્નીનુ અપહરણ કરી નાસી જનાર ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડતી બગસરા પોલીસ ટીમ શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ ફરાર કેદીઓ તથા અન્ય રાજય ના નાસતા ફરતા તથા શરીર સબંધીત ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનવયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓના દ્વારા રાજય / જીલ્લા / અન્ય રાજયના નાસતા ફરતા આરોપીઓ તથા શરીર સબંધીત ગુન્હાઓના આરોપીઓને પકડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનવયે શ્રી જેપી ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલી નાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પોલીસ ઇન્સ . બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા શાપર ( વેરાવળ ) પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં -૭૦૧ / ૨૦૨૨ આઇ.પી.સી.કલમ -૩૦૨,૩૬૫ , ૪૪૯,૩૨૩,૧૧૪ તથા જી.પી.એકટ -૧૩૫ મુજબના ગુન્હાના આરોપીઓ ( ૧ ) ભોજાભાઇ ઉર્ફે સીનો વીભાભાઇ વાલા,ઉ.વ .૨૨, ધંધો - મજુરી રહે - વેરાવળ,તા - કોટડા સાંગાણી,જી - રાજકોટ ( ર ) રાદેવ ઉર્ફે રાજભા જેઠળભાઇ માલાણી, ઉ.વ .૨૭,ધંધો - મજુરી,રહે - માખાવડ, તા - લોધીકા, જી - રાજકોટ,( ૩ ) વિઠલભાઇ ઉર્ફે વીહળભાઇ આલાભાઇ માલાણી, ઉ.વ .૩૫, ધંધો. માલઢોર, રહે - મેટોડા, તા - લોધીકા,જી - રાજકોટ વાળાઓને અમરેલી એલસીબીના પોલીસ ઇન્સ આર.કે.કરમટા સાહેબ નાઓની ચોકકસ બાતમી આધારે અમોને જાણ કરતા બગસરા હામાપુર ગામ તરફ જવાના ગેટ પાસે નાકાબંધી કરી અલ્ટો કાર તથા ઉપરોકત ત્રણેય ઇસમોને પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ રાજકોટ રૂરલ પોલીસને સોપી આપેલ છે. તા ૧૧/૦૮/૨૦૨૨ પકડાયેલ આરોપીઓ ( ૧ ) ભોજાભાઇ ઉર્ફે સીનો વીભાભાઇ વાલા, ઉ.વ.રર,ધંધો - મજુરી, રહે - વેરાવળ, તા - કોટડા સાંગાણી, જી - રાજકોટ,( ૨ ) રાદેવ ઉર્ફે રાજભા જેહળભાઇ માલાણી, ઉ.વ .૨૭, ધંધો - મજુરી, રહે - માખવડ, તા - લોધીકા, જી - રાજકોટ,( ૩ ) વિઠલભાઇ ઉર્ફે વીહળભાઇ આલાભાઇ માલાણી, ઉ.વ .૩૫, ધંધો- માલઢોર,રહે - મેટોડા, તા - લોધીકા, જી - રાજકોટ, આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ બગસરા ટીમના પો . કોન્સ , સંજયભાઇ ખાડક તથા પો.કોન્સ.આલકુભાઇ વાળા તથા પો.કોન્સ મહેન્દ્રભાઇ ડાભી પો.કોન્સ કનુભાઇ બાંભણીયા જોડાયેલ હતા . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી