કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે મામલતદાર કચેરીમાં સંકલન મીટીંગ યોજાઈ..... પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં ડીસા પ્રાંત અધિકારી ની અધ્યક્ષ સ્થાને સંકલન મીટીંગ યોજાઈ હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ દૂર કરવા અને જે ગામમાં પીવાના પાણીના નવિન બોર ની વ્યવસ્થા કરવામાં આવે સાથે ખેડુતો માટે વિજળી અને રોડ રસ્તા પર પડેલ અમુક ખાડાઓ અને રોડની બન્ને સાઈડ માં ગાંડા બાવળની ઝાડીનું કટીંગ સહિત આવનાર દિવસોમાં પ્રી મોન્સુન સત્રમાં ઉંબરી કંબોઈ બનાસ નદીના પટમાં થી પસાર થતા કોઝવે મજબુત કરવા જેથી કરીને ચોમાસામાં પાણી ના પ્રવાહ વહેતો હોય તો ધોવાણ ન થાય. તેવી જ રીતે થરા ટોટા ણા હારીજ રોડ ઉપર આવેલ કૉઝવે પણ ચોમાસા દરમિયાન વધુ પડતો પાણીનો પ્રવાહ થી રસ્તો બંધ કરી દેવામાં આવેછે ત્યારે હવે આ બંને કોઝવે બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સાથે સાથે કાંકરેજ મામલતદાર શ્રી ભરતભાઈ દરજી એ નર્મદા કેનાલમાં વારંવાર ડૂબી જવાથી મોત નો સિલસિલો યથાવત રહે છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને બચાવ કામગીરી માટે ના ઉપયોગી સાધનો ફાળવવામાં આવે તેવી ડેપ્યુટી કલેકટર ડિસા પ્રાંત અધિકારીને કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા માં નર્મદા કેનાલ સહિત તળાવો અને નદીમાં પ્રવાહિત પાણીમાં કોઈ વ્યક્તિ ડૂબી હોય તો તરવૈયા ની જરૂર પડે છે ત્યારે હવે નોર્મલ પાણીના પ્રવાહમાં સ્થાનીક તરવૈયા કામ કરી શકે તે પરંતું સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું મહેતાનું આપવામા આવ્યુ નથી પરંતુ પોતાના જીવના જોખમે તરવૈયા કામગીરી કરી રહ્યાં છે.અને હવે ચોમાસા દરમ્યાન વાવાઝોડા અને વરસાદના કારણે વીજળી ડૂલ થઈ જાય છે ત્યારે વિજ કંપની સાથે વાત કરી ને દરેક જગ્યાએ વીજળી પૂરતા પ્રમાણમાં મળે એવી રજુઆત કરી હતી અને શિહોરી બસ સ્ટેન્ડ માં છેલ્લા પંદર વર્ષથી બસ આવતી નથી ત્યારે દિયોદર ડેપો મેનેજર ને કહ્યું હતું કે તમે દરેક બસો ને શિહોરી બસ સ્ટેન્ડ પર લાવો અને મુસાફરો માટે સરળતા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે નવિન બસ સ્ટેન્ડ બનાવવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં કાંકરેજ તાલુકાના આકોલી ઠાકોર વાસ માં પીવાના પાણીનો બોર છેલ્લા બે મહિનાથી ફેલ થઈ જતાં ગામમાં પાંચ હજાર લોકો ને પીવાના પાણીની ખુબજ મોટી તકલીફ પડી રહી છે ત્યારે શિહોરી પાણી પુરવઠા વિભાગ દ્વારા સામાન્ય પાણી આપવામાં આવે છે એટલે આકોલી ઠાકોર વાસ માં પીવાના પાણીનો બોર નવિન બનાવવા માટે લેખીત રજુઆત કરી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે તંત્ર દ્વારા નોંધ કરી ને લોકોને પુવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં