https://youtu.be/-mk1XXDmbGc

         ધાનેરા તાલુકાના શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયત મા આવેલ રામપુરા છોટા ગામમા સિંચાઈ વિભાગ દ્વારા અગાઉથી ઉંઙા થયેલ તળાવોનુ સર્વે કરી તળાવ ઉંઙા કર્યાની કામગીરી પુર્ણ કરી નાખતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો 

      ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમા આવેલા તળાવ રાતોરાત ઉંઙુ કરી કામ પુરુ કરી દેતા ગ્રામજનો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે ,રામપુરા છોટા ગામમા તળાવ ઉંઙુ કરવાની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે...

        રામપુરા છોટા ગામ ખાતે આવેલ તળાવ મનરેગા યોજના અંતર્ગત કામ ચાલી રહ્યુ છે ,છતાં પણ માત્ર દેખાવ પુરતુ કામ કરી સિંચાઈ વિભાગ ગેરરીતિ કરી રહી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા થઈ રહ્યા છે ,જે મામલે ગ્રામજનો તપાસની માંગ કરી રહ્યા છે..

    આ અંગે ગ્રામજનો વતી શૈલેષભાઈ, પ્રકાશભાઈ અને શંકરભાઈ એ જણાવ્યુ હતુ કે ,ધાનેરા તાલુકાના રામપુરા છોટા નુ આ તળાવ રાતો રાત કેવી રિતૈ કામ પુરુ કરી દેવાયુ ,ગ્રામજનો ના જણાવ્યુ અનુસાર તળાવમા નીચે ઉગેલુ ઘાસ અને છોકરાઓ એ ક્રિકેટ રમવા માટે પિચ બનાવી હતી એ પણ હજુ એમની એમ છે તો પછી ખોદકામ કયા આગળ કર્યુ હશે ખાલી તિસ ચાલીસ જેટલા ટોલાઓ ભરીને રેતી કાઢ્યા સિવાય કશુ કામ દેખાતુ નથી 

   અહેવાલ 

હિતેશભાઈ પુરોહિત