https://youtu.be/BTUX-yJN_Rw

સુઈગામ તાલુકા ના ઉચોસણ ગામમા તળાવ મા ડૂબી જવાથી રબારી સમાજ ના પિતરાઈ ભાઈ બહેનના મોત.

બનાસકાંઠા જિલ્લા ના સુઈગામ તાલુકા ના ઉચોસણ ગામ નજીક આવેલ કાબરીયા તળાવમાં કપડાં ધોવા માટે ગયેલ તે દરમ્યાન તળાવ મા નહાવા પડેલ વિષ્ણુભાઈ ભલાભાઈ રબારી તળાવ મા ડૂબવા લગતા આ જોઈ તેને બચાવવાં તેની પિતરાઈ બહેનો અસ્મિતાબેન મહાદેવભાઈ રબારી અને ભૂમિબેન મહાદેવભાઈ રબારી પણ તળાવમાં છલાન્ગ મારતા બન્ને બહેનો પણ ઊંડા પાણી મા ગરકાવ થઇ જતા ત્રણે ભાઈ બહેનોના ડૂબી જવાથી મોત નીપજતા સમગ્ર ગામમા શોક નુ મોજું ફરી વળ્યું હતું.

જયારે બીજી બાજુ આ બનાવની જાણ ગ્રામજનોને થતા ઘટના સ્થળે એકઠા થઇ અને સ્થાનિક તરવૈયા ની મદદ થી ત્રણેય માસુમ બાળકો ની લાસ ને બહાર કાઢી હતી. આ બનાવ ના પગલે પરિવાર જનોમાં શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી.

જયારે એકજ પરિવાર ના ત્રણ માસુમ બાળકો ના મોત નીપજતા પરિવાર તેમજ નાનકડું એવુ ઉચોસણ ગામ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યું હતું.અત્રેઉલેખનીય છે કે મૃતક અસ્મિતાબેન મહાદેવભાઈ રબારી ઉ.વ. આ.15 ભાભર ની સર્વોદય હાઈસ્કૂલ મા ધોરણ 9 મા. ભૂમિબેન મહાદેભાઇ રબારી. ઉ. વ. આ.13 જવાહર નવોદય વિદ્યાલય દાંતીવાડા ધોરણ 7 અને વિષ્ણુભાઈ ભલાભાઈ રબારી ઉ. વ. આ.14 ધોરણ 7 મા અભ્યાસ કરતા હતા.