ધ્રાંગધ્રા શહેરમાંથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 87,400ના મુદામાલ સાથે ઝડપાયા હતા. ધ્રાંગધ્રા સીટી પોલીસે રોકડા રૂ. 74,400 અને રૂ. 13000ની કિંમતના 5 મોબાઇલ મળી રૂ. 87,400ના મુદામાલ સાથે નવ જુગારીઓ ઝડપાયા હતા.ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પી.આઇ. જેસ.એસ.ઝાંબરે સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા મોચીવાડ પાસે જૂના જીનમાં જાહેરમાં ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા મહેન્દ્રભાઇ જયંતિલાલ ઠક્કર (ધ્રાંગધ્રા), હરીભાઇ અરજણભાઇ ડાંગર (ધ્રાંગધ્રા), હુસેનભાઇ ઇબ્રાહિમભાઇ વેડલીયા (ધ્રાંગધ્રા), દેવાભાઇ કાનાભાઇ કાટોડીયા (ધ્રાંગધ્રા), ઠાકરશી નાનજીભાઇ કણઝરીયા (ધ્રાંગધ્રા), ઇમરાન રહીમભાઇ ઘાંચી (ધ્રાંગધ્રા), ઇરફાન સલીમભાઇ ઘાંચી (ધ્રાંગધ્રા), શરીફ મહંમદભાઇ ફકીર (ધ્રાંગધ્રા) અને જુલ્ફીકાર મુસ્તુફાભાઇ મંડલી (ધ્રાંગધ્રા)ને જુગાર રમતા રોકડા રૂ. 74,400 તથા મોબાઇલ ફોન પાંચ કિંમત રૂ. 13,000 અને 87,400ના મુદામાલ સાથે ઝબ્બે કરી જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધ્રાંગધ્રા સીટી પોલીસના આ દરોડામાં પી.આઇ. જે.એસ.ઝાંબરે, સોયબભાઇ મકરાણી, ખુમાનસિંહ ડોડીયા, વિક્રમભાઇ રબારી, યુવરાજસિંહ સોલંકી અને નિલેશકુમાર પિત્રોડા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પી.આઇ. જે.એસ.ઝાંબરે ચલાવી રહ્યાં છે.