ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી.કાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા
રાજ્યમાં ગેરકાયદેસર ઈ-સિગારેટ તથા તમાકુના ઉત્પાદનનો વેપાર કરતા હોવાનું અવારનવાર ધ્યાને આવેલ છે. આવી પ્રવૃત્તિના કારણે વિધાર્થીઓ કોલેજીયન, યુવાધન વ્યસન કરવા તરફ પ્રેરાય છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આથી જે કોઇ વ્યકિત cigarettes and others tobacco products (COTPA) Act 2003 માં જણાવેલ જોગવાઇઓનું પાલન કર્યા વગર ઈ-સિગારેટ તથા અન્ય તમાકુના ઉત્પાદનોનું વેચાણ કરતા મળી આવે તો તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા, અને ગેરકાયદેસર વેપાર, હેરા ફેરી, વેચાણ અટકાવવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ (બેશ) તા.૦૧/૦૫/૨૦૨૩ થી તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય,
જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.
જે અનુસંધાને ગૌતમ પરમાર પોલીસ મહાનીરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાંઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ
એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જિલ્લામાં ઈ-સિગારેટ તથા અન્ય કાનુની ચેતવણી વગરની તમાકુના ઉત્પાદનોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય,
એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી.ટીમ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા.
જે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, સાવકુંડલા ટાઉનમાં સ્ટાર પાન એન્ડ કોલ્ડ્રીક્સ" ની દુકાનની આડમાં આરીફભાઇ હુસેશનભાઇ સેલોત પોતાના કબ્જામાં ગેરકાયદેસર ઈ-સીગારેટ તથા કાનુની ચેતવણી વગરની અલગ અલગ ફ્લેવરની તમાકુનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી ચોક્કસ અને આધારભૂત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી :-
આરીફભાઇ હુસેનભાઇ સેલોત, ઉ.વ.૩૨, ધંધો-વેપાર, રહે.સાવરકુંડલા, કલ્યાણ સોસાયટી, મહુવા રોડ, ટાવર પાસે, "સેલોત- મંજીલ તા.સાવરકુંડલા, જિ.અમરેલી. કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) LSAR BC 5000 કંપનીની અલગ-અલગ ફલેવર ચાર્જેબલ ઇ સિગારેટ બોક્સ કુલ નંગ-૦૩ તથા કિંગ 1000/- તથા
(૨) MEGHAHED PROFESYONE HOGRAH કંપનીનો હુકો નગ-૦૧, કિ.ગ્ન.૫૦૦/- તથા
(૩) હુક્કા પીવાની પ્લાસ્ટીકની પાઇપ નંગ-૦૧, કી ૫ ૨૦૦/-
(૪) ટોબેકો ફ્લેવર્સ AHAMZA કંપનીની બાદશાહ ક્લેવર એક નંગની કિ.ગ.૧૫૦/- લેખે ૧૦ નંગના બોકસની કુલ કિ.રૂ.૧૫૦૦/- તથા
(૫) ટોબેકો ફ્લેવર્સ AFZA કંપનીની સિલ્વર ફોકસ ફ્લેવર એક નંગની કિ.રૂ.૧૫૦/- ૧૦ નંગના કુલ કિ.રૂ.૧૫૦૦/-
(૬) ટોબેકો ફ્લેવર્સ AFZAL કંપનીની લેમન બ્લાસ્ટ લેવર એક નંગની કિ.રૂા ૧૫૦- ૧૦ નંગના કુલ કિ.રૂા.૧૫૦૦/-
(૭) HAMILL ALL MUSK CHARO કંપનીના કોલસાના ૧૦૦ ગ્રામ નાના પેકેટ નંગ-૧૦ જે એક પેકેટની કિરૂ.૪૦/-જે કુલ ૧૦ નંગના કિ.રૂ.૪૦૦/-
(૮) તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.ગ.૪,૦૦૦/- મળી કુલ કિ.૧૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.
મજકુર ઈસમ વિરૂધ્ધ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-બી ગુ.ર.ન ૧૧૧૯૩૦૫૨૨૩૦૫૯/૨૦૨૩ તમાકુ ઉત્પાદન તેમજ વેપાર અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠા અને વેચાણ નિયંત્રણ (ગુજરાત સુધારો ધારા ૨૦૧૭)ની કા૨૧(૨) તથા ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સીગારેટ અધિનિયમ- ૨૦૧૯ ની કલમ-૭ R/W ૪ તથા ૮ R/W૫ મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ અર્થે સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ
એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ. નાજભાઇ પોપટ તથા હેડ કોન્સ. જીતેન્દ્રભાઈ મહેતા તથા પો.કોન્સ. પ્રવિણસિંહ ચૌહાણ, સ્વાગતભાઇ કુંવરીયા , જયરાજભાઇ વાળા, જીજ્ઞેશભાઇ પોપટાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.