રાજુલાના મહે.એડી.સેશન્સ જજ સાહેબ એમ.એસ.સોની સાહેબ ની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી તરફે ચુકાદો.
આ કામની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ના ખેતરની બાજુમાં આરોપી જીતેન્દ્રભાઈ બચુભાઈ બરવાળીયા ની વાડી આવેલ હોય,
અને ફરિયાદીના ખેતરના આથમણાં શેઢે નડતરરૂપ થાય તેવી રીતે આરોપીએ પાળો બાંધેલ હોય, જેથી આવી રીતે પાળો નહિ બાંધવા બાબતે ફરિયાદી એ આરોપી ને સમજાવતા
આરોપીને સારું નહિ લગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવા ની ધમકી આપ્યા મતલબનો ગુન્હો રાજુલા પોલીસ સ્ટેશન માં નોંધાયેલ.
જેનો સ્પે. એટ્રો.કેસ.નં.૧૬/૨૦૧૮ પડેલ, જેમાં બચાવ પક્ષે (જીતેન્દ્ર બચુભાઈ બરવાળીયા)તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી વિશાલભાઈ ડી.દવે તથા પંકજભાઈ પી.સરવૈયા રોકાયેલ હતા
જેનો કેસ રાજુલા ના નામદાર એડી.સેશન્સ કોર્ટના જજ એમ. એસ. સોની સાહેબની કોર્ટમાં ચાલી જતાં બન્ને યુવા ધારાશાસ્ત્રીઓ એ ધારદાર રજુઆતો કરતા યુવા વકીલશ્રી ઓ ની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ને શંકા નો લાભ આપી છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.