તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને ટ્વિટમાં લખ્યું હતું કે, તેઓ ચીનની હરકતો અને ડ્રીલના નામે જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તેના પર નજર રાખી રહ્યા છે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ચીન પોતાની મિલિટ્રી ડ્રીલ દરમિયાન તાઈવાનને ચારે બાજુથી ઘેરી રહ્યું છે. મિસાઈલ્સ, યુદ્ધ જહાજ, ફાઈટર જેટ્સ બાદ ચીને યુદ્ધાભ્યાસ માટે ડ્રોન્સને પણ મેદાનમાં ઉતાર્યા છે. આ ચીની ડ્રોન્સ જાપાન પાસે થઈને તાઈવાન તરફ આવી રહ્યા છે જેથી તાઈવાનની ખાડીમાં તણાવની સ્થિતિ ભયજનક બની છે.

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના કહેવા પ્રમાણે ચીનની નૌસેના તથા વાયુ સેના સતત ખાડીમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. તેમના વિશાળ જહાજ અને ફાઈટર જેટ્સ ખાડીમાં બનેલી મધ્ય રેખાને પાર કરીને તાઈવાનને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચીન છોડાંક દિવસોથી સતત તાઈવાન તરફ ઓછા અંતરની બેલાસ્ટિક મિસાઈલ્સ છોડી રહ્યું છે. તે મિસાઈલ્સ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. તે મિસાઈલ્સને તાઈવાનના ઉત્તર-પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં છોડવામાં આવી હતી.

તાઈવાન પણ ચીનની નાપાક હરકતોનો જવાબ આપવામાં પાછળ નથી. તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને ટ્વિટમાં લખ્યું હતું કે, તેઓ ચીનની હરકતો અને ડ્રીલના નામે જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તેના પર નજર રાખી રહ્યા છે.