લાઠી પો.સ્ટે.મા ઈ-એફ.આઈ.આર. દ્વારા દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનામા બે ઈસમોને ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી લાઠી પોલીસ ટીમ

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામા આવતી ઓનલાઈન સેવાઓમા વધારો કરી વાહનો તથા મોબાઈલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમા ન જવુ પડે અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા ફરીયાદ કરવા e-FIR ની સુવીધાનો પ્રારંભ કરવામા આવેલ છે.

જે અન્વયે પોલીસ મહા નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાઓ લાભ લેવા નાગરીકો દ્વારા વાહન કે મોબાઈલ ચોરી અંગે દાખલ કરવામા આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદશિકા જાહેર કરવામા આવેલ છે.

ગઈ તા.૧૪/૦૯/૨૦૨૨ ના રોજ લાઠી ટાઉનમા સીવીલ હોસ્પીટલ લાઠી જનરલ પુરૂષ વોર્ડમાં પલંગ ઉપરથી ચોરી કરી ગયેલ હોય જે મોબાઈલ ફોન રીયલમી-૦૮ કિ.રૂ-૧૫,૪૯૯/-નો કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયેલ હોય,

જે અંગે ભરતભાઇ મેર દ્વારા e-FIR નંબર- ૨૦૨૩૦૪૨૯૯૮૭૬૮ર આધારે લાઠી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૦૯૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી કરવામા આવેલ.

 ભાવનગર રેન્જના જીલ્લાઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી જીલ્લામાં -FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી નાગરીકોના ચોરાયેલ વાહન મોબાઈલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા અનુસંધાને 

ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપી અંગે લાઠી પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામા આવેલઅને ગત તા.૦૪/૦૫/૨૦૨૩ ના રોજ ટેક્નીકલ સોર્સ આધારે

બે ઈસમોને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમા ગયેલ મોબાઈલ ફોન મળી આવતા પકડાયેલ બન્ને ઈસમોને ચોરીના મોબાઈલ ફોન આધારે ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ

પકડાયેલ આરોપીઓની વિગત:-

(૧) અજય વિજયભાઈ દેલવાડીયા ઉ.વ.૨૧,ધંધો.મજુરી, રહે.અમરેલી, સાવરકુંડલા રોડ,ફતેપુરા જવાના અરોડ ગુજકો નિવાસમા, તા. જી.અમરેલી,

 (૨) સુરેશ કનુભાઈ વાઘેલા ઉ.વ.૨૭, ધંધો.મજુરી, રહે.અમરેલી, સેન્ટર પોઈન્ટની સામે ઝુપડામા,તા. જી.અમરેલી,

રીકવર કરેલ મુદ્દામાલની વિગત:-

(૧) રીયલમી-૦૮ કંપનીનો એન્ડ્રોઈડ મોબાઇલ ફોન જેની કિ.રૂા. ૧૫,૪૯૯/-

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની લાઠી પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.