ધારીની સ્પેશિયલ પોક્સો કોર્ટ ના જજ કમલેશ પટેલનો ચૂકાદો
સગીરાનું અપહરણ કરીને બળાત્કાર કરવાના ગુનામાં આરોપીને ૧૦વર્ષની સજા ફટકારવામાં આવી
અધિક જિલ્લા સરકારી વકીલ વિકાસ વડેરાની દલીલ માન્ય રાખતી નામદાર કોર્ટ
બળાત્કારતો ભોગ બનનારને ચાર લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
ધારીના દુધાળા ગામેથી ૧૭ વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી બળાત્કાર કરવાના ગુનામાં લાઠીના દુધાળા ગામના શખ્સને ધારીની સ્પેશ્યલ પોકસો કોર્ટે ૧૦ વર્ષની કેદ ફટકારી
ગુન્હા ની વિગતો
ગત તા.૧૦-૧૦-૨૦૧૬ ના રોજ ધારીના દુધાળા ગામે રહેતી ૧૭ વર્ષની સગીરાના બનેવીનો મિત્ર સુરેશ ઓડ પટેલ રે. દુધાળા, તા.લાઠી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. અને તેની ઉપર બળાત્કાર કર્યો હતો. આ અંગે ધારીમાં પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.
આ કેસ ધારીના સ્પેશ્યલ પોકસો કોર્ટનાં જજ કમલેશભાઇ પટેલ સમક્ષ ચાલી જતા ફરિયાદ પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ વિકાસ વડેરાએ આરોપીને સખત સજા આપવા માટે પુરાવાઓ સાથે દલીલ રજુ કરતા કોર્ટે આઇ.પી.સી.૩૬૩, ૩૬૬, ૩૭૬ (એન.ડી.પોકસો.૪) સાબિત માની આઇ.પી.સી. ૩૭૬ માં આરોપી સુરેશને ૧૦ વર્ષની કેદ અને ૫ હજાર દંડ તથા આઇ.પી.સી. ૩૦૦ અને ૩૦૩ માં ૪-૪ વર્ષની સજા અને અઢી-અઢી હજારનો દંડ ફટકાર્યો હતો.તથા ભોગ બનનારને ચાર લાખનું વળતર ચુકવવા આદેશ આપ્યો હતો.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.