રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી વી.કે.ત્રિપાઠી દ્વારા અમદાવાદ મંડળના ગાંધીનગર અને અમદાવાદ રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે શ્રી પ્રકાશ બુટાની જનરલ મેનેજર (ઈન્ચાર્જ) પશ્ચિમ રેલ્વે, શ્રી તરુણ જૈન, ડિવિઝનલ રેલવે મેનેજર, અમદાવાદ અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારી ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા,

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અમદાવાદ મંડળ રેલ્વે પ્રવક્તા એ માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રી ત્રિપાઠી દ્વારા ગાંધીનગર સ્ટેશનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેઓ એ ગાંધીનગર સ્ટેશનના પ્લેટફોર્મ, કોન્કોર્સ હોલ, પરિસર વગેરેનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું,

આ ઉપરાંત ગાંધીનગર સચિવાલયમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારનીમુલાકાત લીધી હતી શ્રી ત્રિપાઠી દ્વારા વંદે ભારત ટ્રેનના સમગ્ર રેકની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી અને ગાંધીનગર થી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી ત્યારબાદ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા NHSRCL પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કર્યું.