બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે આજે બાદલપુરા ગામ પાસે એક બેકરીમાંથી શંકાસ્પદ લાલ ચટણીના સેમ્પલ લઈ 1230 કિલો જથ્થો સીઝ કર્યો હતો.
બનાસકાંઠાના પાલનપુરના બાદરપુરા ખાતે આવેલી એક બેકરીમાં અખાદ્ય ચીજવસ્તુનું વેચાણ થતું હોવાની માહિતી મળતા ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. લાલ ચટણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ લાગતો 1230 કિલો ચટણીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.