વડાલી નગરપાલિકા પ્રમુખ દ્વારા કરાયો ભ્રસ્ટાચાર.રોડ રસ્તા ના બ્લોક બારોબાર પહોંચ્યા પ્રમુખ ના ખેતર મા.વડાલી ધરોઈ રોડ પર આવેલ સ્મશાન સામે મેઈન બજાર જવા માટે વડાલી નગરપાલિકા દ્વારા અંદાજિત 12 લાખ ના પેકેજ મા રોડ મંજુર કરાયો હતો.જયારે રોડ નું કામ ચાલુ થતા જુના બ્લોક નગરપાલિકા ને રિટન કરવા માટે કોન્ટ્રાકટર ને કહેવામાં આવ્યું હતું.ત્યારે વડાલી નગરપાલિકા પ્રમુખ હંસાબેન સગર દ્વારા કોન્ટ્રાકટર ને ડાયરેક વાત કરી બારોબાર પોતાના ખેતર મા 4 ટ્રેક્ટર બ્લોક ઉતારી દેવામાં આવ્યા.સુ આવા ભ્રષ્ટ પ્રમુખ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે આવનારો સમય બતાવશે.
રિપોર્ટર. મોહસીન મેમન વડાલી સાબરકાંઠા