અમરેલી ટાઉનમાથી ચોક્કસ બાતમી આધારે ઘરેલુ તથા કોમર્સીયલ ગેસના બાટલામા ગેસ ભરી પોતાના ઘરની આજુ-બાજુમા રહેતા માણસોની જીંદગી જોખમાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય કરનાર બે ઇસમોને કુલ રૂ.૨,૪૩,૦૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ-
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અમરેલી જીલ્લામા માણસોની જીંદગી જોખમ મુક્ત અને લોકોની જીંદગી સુરક્ષીત રહે અને આગના બનાવોથી માણસોની જીંદગી જોખમાય નહીં તે માટે જરૂરી કાર્યવાહી કરવા
અમરેલી ટાઉનમા બટારવાડી,શ્યામ બેકરી વાળી શેરીમાં રહેતા મહમદભાઇ શેખડા તથા અમીનભાઇ શેખડા પોતાના મકાનમા ગેરકાયદેસર ગેસના બાટલાઓ રાખી ગેસ રીફીલીંગનો ધંધો કરે છે.
તેવી ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી અલગ-અલગ કંપનીના રાંધણ ગેસના તથા કોમર્સીયલ ઉપયોગ માટેના ખાલી બાટલા તથા ગેસ ભરેલા બાટલા નંગ-૬૮ તથા ઇલેકટ્રીક મોટર,હેડપંપ,રેગ્યુલેટ વજન કાંટા અલગ-અલગ કંપનીના પ્લાસ્ટીકના સીલ વિગેરે મળી કુલ રૂ.૨,૪૩,૦૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી અમરેલી સીટી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૦૩૨૩૦૨૧૬/૨૦૨૩ ઇ.પી.કો.ક.૨૮૫,૪૬૧,૧૧૪ મુજબનો ગુન્હો રજી.કરી બે ઇસમોને ધરોણસર અટક કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ.આર.એચ.રતન ચલાવી રહેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગ માટેના અલગ-અલગ ગેસ કંપનીઓના ભરેલ બાટલા નંગ-૦૯ કિ.રૂ.૩૬,૦૦૦/-
(ર) રાધણ ગેસના ઘરેલુ ઉપયોગ માટેના અલગ-અલગ ગેસ કંપનીઓના ખાલી બાટલા નંગ-૩૮ કિ.રૂ.૧,૧૪.૦૦૦/-
(૩) રાંધણ ગેસના કોમર્શીયલ ઉપયોગના ભરેલ બાટલા નંગ-૦૪, કિ.રૂા.૨૨,૦૦૦/-
(૪) રાંધણ ગેસના કોમર્શીયલ ઉપયોગના અલગ-અલગ ગેસ કંપનીઓના ખાલી બાટલા નંગ-૧૭, કિં.રૂ.૫૯,૫૦૦/-
(૫) ઈલેક્ટ્રીક મોટરહેડપંપ લગાવેલ ૫ તથા રેગ્યુલેટર લગાવેલ મોટર નંગ-૦૩ ની કિ.રૂ.૭૫૦૦/-
(૬) ઈલેકટ્રીક વજનકાંટા નંગ-૦૨ ની કિ.રૂા.૪૦૦૦/-
(૭) ગેસ રીફીલીંગ માટેની લોખંડની ભૂંગળી(મોરલી) નંગ-૦૬ કિ.રૂ.૬૦/-
(૮) અલગ-અલગ કંપનીના પ્લાસ્ટીકના સીલ નંગ-૦૭ જે સીલની કિ.રૂ.૦૦/૦૦
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) મહમદભાઇ ઓસમાણભાઇ શેખડા ઉ.વ.૫૧, ધંધો.સેલ્સમે,ન રહે.અમરેલી,બટારવાડી.શ્યામ બેકરી વાળી શેરી
(૨) અર્મીનભાઇ ઓસમાણભાઇ શેખડા ઉ.વ.૪૫,ધંધો. રીક્ષા ડ્રાઇવિંગ, રહે.અમરેલી, બટારવાડી, શ્યામ બેકરી વાળી શેરી, તા.જી.અમરેલી,
કામગીરી કરનાર અધિકારી કર્મચારી
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. આર.એચ.રતન તથા એ.એસ.આઇ. એન.બી.ગોહીલ તથા સર્વેલન્સ ટીમના હેડ.કોન્સ. દિનેશભાઇ સરવૈયા,રાજેન્દ્રભાઇ ચૌધરી તથા મહીલા હેડ કોન્સ. કાજલબેન રાઠોડ તથા પો.કોન્સ જગદીશભાઇ પોપટ,ધવલભાઇ મકવાણા, વનરાજભાઇ માંજરીયા, ચિરાગભાઇ માટીયા વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.