બનાસકાંઠાના અંબાજી ખાતે 1551 ફૂટ ના તિરંગા સાથે તિરંગા યાત્રા નું આયોજન કરાયું

શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબા નું ધામ અંબાજી વિશ્વ ભર માં પ્રખ્યાત છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આજે તિરંગા યાત્રા નું આયોજન કરવા માં આવ્યું હતું. દેશ જ્યારે 75 વી આઝાદી નો અમૃત મહોત્સવ મનાવી રયુ છે ત્યારે દેશભર માં હર ધર તિરંગા અભિયાન સાથે તિરંગા યાત્રા નું આયોજન થઈ રયુ છે. આજે અંબાજી માં 1551 ફૂટ ના તિરંગા સાથે તિરંગા યાત્રા નું આયોજન કરવા માં આવ્યું છે.

આજે સવારે અંબાજી ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવા માં આવ્યું. દેશ ના 75 વા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે આજે ગાંધીનગર ના રાધે રાધે પરિવાર દ્વારા 1551 ફૂટ લમ્બો અને 10 ફૂટ ચોડો તિરંગા સાથે તિરંગા યાત્રા કાઠવા માં આવી હતી. પ્રદેશ ના સંગઠન મહામંત્રી રતનાજી સાથે બનાસકાંઠા ના સાંસદ પરબતભાઇ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, બનાસ ડેરી ના ચેયરમેન શકર ભાઈ ચૌધરી સાથે જિલ્લા ના તમામ નેતાઓ અંબાજી તિરંગા યાત્રા માં જોડાયા હતા. અંબાજી કોલેજ થી તિરંગા યાત્રા અંબાજી ગબ્બર સર્કલ સુધી આજે નીકળી હતી .અંબાજી થી 1551 ફૂટ તિરંગા સાથે તિરંગા યાત્રા બનાસકાંઠા નડાબેટ ખાતે સમાપન થશે જેમાં 7,8,9 તારીખ નો સમય દરમ્યાન જિલ્લા ના બીજા સ્થળો થી તિરંગા યાત્રા નીકળશે.