દિયોદર લગ્ન સમારોહમાં દીકરીને કન્યાદાન માં પિતાએ કરિયાવરમાં વૃક્ષ ના છોડનું દાન આપ્યું.

વાત કરીશું એવા પ્રસંગની કે દીકરીના પીળા હાથ થાય ત્યારે વ્હાલ સોય દીકરીના લગ્ન મંડપમાં પિતાએ કરિયાવરમાં અને દાયજા માં દીકરીને અનેક ભૌતિક સુવિધાઓ સાથે દીકરીને કન્યાદાન આપતા જોયા હશે.. પણ દીકરીના લગ્ન મંડપમાં પિતાએ આજે કરિયાવર સાથે બે વૃક્ષો ના છોડ આપી લોકોસુધી એક સંદેશ પહોંચાવામાં આવ્યો છે કે આપ સૌ પને એક વૃક્ષ વાવી તેનું જતન કરી પ્રિયવરણ બચાવો આપણાં દેશને હરિયાળો બનાવો દિયોદર માં આવેલા ગાયત્રી સોસાયટી ખાતે રહેતા વરિષ્ટ પત્રકાર નટુ દાદાની બે પૌત્રીઓ ના લગ્ન સમારોહમાં દીકરીને કન્યાદાન સાથે લગ્ન મંડપમાં પિતા રણજીતસિંહ નટુભાઇ પેન્ટર અને ઈન્દ્રજીતસિંહ નટુભાઇ ચૌહાણ પોતાની વહાલ સોઈ દીકરીના લગ્ન સમારોહમાં આજે લગ્ન મંડપમાં માતા પિતાએ એક એક વૃક્ષ આપી વૃક્ષ પ્રત્યે સહિષ્ણુતા બતાવવા સંકલ્પ કરાવ્યો. જ્યાં વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષોનું જતન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ નવા નવ નવદંપતી એ વૃક્ષોની ભેટ સ્વીકારી પર્યાવરણનું જતન કરવા સાથે સમાજના લોકો વધુ વૃક્ષો વાવીએ અને બીજા લોકોને પ્રેરણા આપવા કટિબદ્ધ સાથે લગ્ન જીવન શરૂ કરવા ની ખુશી વ્યક્ત કરી હતી