બનાસકાંઠા જિલ્લાના અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોડર ચેકપોસ્ટ પોલીસે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. અમીરગઢ પોલીસને મળતી બાતમી હકીકતના આધારે એક રાજસ્થાન તરફથી આવતા ટ્રકને રોકાવી તપાસ કરતા ટ્રકમાંથી 20 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. જેથી પોલીસે કુલ બે ઈસમોની અટકાયત કરી 27 લાખથી વધુનો મુદ્દામાલ કરજે લઈ ત્રણે ઈસમો ઉપર ગુનો દાખલ કરી બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન બોડર ચેક પોસ્ટ પરથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં એમ આર બારોટ પોલીસ ઇન્સપેક્ટર અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓની ખાનગી બાતમી હકીકત આધારે અમીરગઢ પોલીસ સ્ટાફના બોર્ડર ચેકપોસ્ટ ખાતે બાતમી હકીકતવાળા આઇસર ટ્રકની વોચમાં હતા દરમ્યાન બાતમી હકીકતવાળુ આઇશર ટ્રક MH-04-KU-3485 નું આવતા જેને ઉભુ રખાવી ચાલક તેમજ કલીનરને સાથે રાખી આઇશર ટ્રકની પાછળનો દરવાજો ખોલી જોતા આઇશર ટ્રકમાં ખાખી કલરના પુઠાની પેટીઓ ભરેલ હોય જે પેટીઓમાં તપાસ કરતાં ભારતીય

બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓમાં નાની મોટી બોટલો ભરેલ હોય જે કુલ પેટી 339 કુલ બોટલ 14112 જેની કિંમત 20 લાખ ,43 હજાર ,600 નો દારૂ કબ્જે કરી કુલ મુદ્દામાલ કબ્જે લઈ તહોદાર (1) અંકિત સુરેન્દ્ર જાટ, મુળ રહેમાન કા વાસ ચરખી દાદરી હરીયાણા હાલ (2) હિમાંશુ સુરતસિંહ ખાતી ધંધો,કલીનર રહે.મહેમ, કાટ મંડી મહેમ રોહતક,હરિયાણા ઝડપી પાડી એકબીજાના

 મેળાપીપણામાંથી હેરાફેરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર વગર પાસ પરમીટે ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી સરળતાથી હેરાફેરી કરવા ખોટી બિલ બિલ્ટી બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા તેઓ વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.