દિયોદર પોલિસ સ્ટેશનના રાયોટીંગના ગુનાના કામે ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં બનાસકાંઠા એસ.ઓ.જી ટિમ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે નાસતા ફરતા આરોપી હિતેષભાઇ પરમાર ને રૈયા ગામ નજીક ઝડપી પાડ્યો છે.
અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા કરેલ સુચના મુજબ એમ.જે.ચૌધરી પોલિસ ઈન્સ એસ.ઓ.જી પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ દીયોદર પોલિસ સ્ટેશનના રાયોટીંગ મુજબના ગુના ના કામે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા - ફરતા આરોપી હીતેશભાઈ અમરતભાઈ પરમાર રહે.રૈયા દીયોદર વાળાને રૈયા મુકામેથી પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી માટે દીયોદર પોલિસ સ્ટેશને સોંપી આગળ તપાસ હાથ ધરી છે.