ડીસાની પિન્ક સિટી સોસાયટી ભાગ-3માં શરદ પૂનમ નિમિત્તે રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં દરેક નવરાત્રિમાં સોસાયટીના સભ્યો હાજર રહી સમૂહમાં આરતી, ભોજન પ્રસાદ બાદ ગરબે ઘુમ્યા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસાની પિન્ક સિટી સોસાયટી ભાગ-3માં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ બાદ શરદ પૂનમ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગ્રહણ હોવાથી સોસાયટીના આયોજકો દ્વારા ગઈકાલે જ શરદ પૂનમની ઊજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવતી, મહિલાઓ પરંપરાગત ડ્રેસમાં સજ્જ થઈ માતાજીના ગરબા ગાયા હતા. પિન્ક સિટી ભાગ ત્રણના કમીટી સભ્યોએ સુંદર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોસાયટીમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન રોજેરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મોડી રાત્રે ગરબે ઘૂમ્યા પછી ખેલૈયાઓ માટે હેલ્દી નાસ્તાનું પણ રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

300 મકાન ધરાવતી આ પિંક સિટી સોસાયટીમાં નવરાત્રી બાદ શરદ પૂનમની ઉજવણી નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સોસાયટીના તમામ લોકોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ સૌપ્રથમ અંબે માની મહાઆરતી કરી હતી. ત્યાર બાદ સમુહમા ભોજન લઈ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ માણી હતી.