આત્મહત્યા: રામસણમાં માતાએ બે માસના દીકરા સાથે ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવ્યું
ડીસાના રામસણ રેલ્વે સ્ટેશન પાસે મંગળવારે રાત્રે માતાએ બે માસના માસુમ દીકરા સાથે ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવ્યું હતું. ભીલડી રેલ્વે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વાવના એટા ગામના બાબુભાઇ કરમશીભાઇ વાલ્મીકીની દીકરી સંગીતાબેનના લગ્ન આશરે 6 વર્ષ અગાઉ લાખણી તાલુકાના જડીયાલી ગામના દિપાજી સેધાભાઇ વાલ્મીકી સાથે થયા હતા. જેમાં આશરે ત્રણેક વર્ષ સમય દરમિયાન સંગીતાના પતિ દિપાજી સાથે છુટાછેડા થયા હતા. ત્યારબાદ સંગીતાબેન પિતાના ઘરે રહેતા હતા.
અને સંગીતાબેન દોઢ વર્ષ અગાઉ પોતાની મરજીથી છુટાછેડા લીધા હોવા છતાં તે પતિ જોડે ગયા હતા. તે દરમિયાન તેમને એક પુત્રનો જન્મ થયો હતો. ત્યારે મંગળવારની રાત્રે ડીસાના રામસણ રેલ્વે સ્ટેશન પાસેથી સંગીતાબેન અને બે મહિનાના પુત્રનો ટ્રેનથી કપાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. આમ લાશને રેલ્વે પોલીસએ કબજો લઇ ડીસા સિવિલ હોસ્પિટલમાં બન્ને લાશોનું પેનલ ડોકટરોથી પી.એમ.કરાવ્યા બાદ લાશને વાલી વારસોને સોંપવામાં આવી હતી. જેમાં ભીલડી રેલ્વે પોલીસએ અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.