ઉના શહેર તાલુકામાં ધણાં સમયથી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અસમાજીક પ્રવૃતિઓ ચલાવતાં તત્વો હિસ્ટ્રીયેટરો અને ગેરકાનૂની રીતે હથિયારો રાખી સીનસપાટા કરી સમાજમાં ભયનું વાતાવરણ સર્જી રહેલાં તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા SOG, LCB અને સ્થાનિક પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે રેઈડ કરી ગુન્હેગારને પકડી પાડવામાં આવી રહ્યા છે. ગત રાત્રીના હત્યાનાં ગુન્હામાં ફલા પેરોલ પર છૂટેલા આરોપી નાસ્તો ફરતો હતો. તેને પકડીને જેલ હવાલે કર્યો હતો. ત્યારબાદ ઉના તાલુકાના ગાંગડા ગામે દરજી શેરીમાં રહેતા પ્રદીપ ઉર્ફે પિયુષ રાવતભાઈ ગોહીલને ગેરકાનુની રીતે દેશી બંદૂક કિં. રૂ.10,000 લાયસન્સ પરવાનગી વગર રાખીને સીનસપાટા કરતો હોવાની બાતમી મળતાં જડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ગીર સોમનાથ એસઓજી ઈનચાર્જ પીએસઆઇ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એએસઆઇ બાનવા, લક્ષ્મણ મહેતા, વિજય બોખતરીયા, કેતન જાદવ, સુભાષ ચાવડા, નવલસિંહ ગોહિલ, મેહુલ પરમાર, અમુભાઈ શિયાળ, ગોવિંદ રાઠોડ, કમલેશ પીઠીયા સહિતના સ્ટાફે ગુન્હાહિત પ્રવૃત્તિઓ કરતાં તત્વો સામે લાલ આંખ બતાવી સતત પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રેઈડ કરી પરવાનગી વગરનાં ગેરકાનૂની સામગ્રી હથિયારો ઝડપી પાડી આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.