હાસ્યકલાકાર ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત નવમી સરકારી પ્રાથમિક શાળાનું થાનગઢ તાલુકાના ઉંડવી ગામે ભવ્ય લોકાર્પણ કરાયું. જગદીશ ત્રિવેદીએ આ શાળાને પોતાના જીગરજાન મિત્રના માતાની પુણ્યસ્મૃતિમાં માતુશ્રી પુષ્પાબહેન નટવરલાલ ઠાકર પ્રાથમિક શાળા એવું નામ આપવાની સરકારએ વિનંતી કરી હતી જે માન્ય રાખવામાં આવી હતી.વિશ્વવંદનીય ભાગવત કથાકાર પૂજ્ય જીજ્ઞેશદાદા રાધે રાધેના કરકમળોથી આ શાળાનું છાત્રાર્પણ થયું ત્યારે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદીન રાઠોડ, સહયોગી દાતા પ્રદીપભાઈ ઠાકર, હાસ્યકલાકાર અને લેખક મિલન ત્રિવેદી તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.