બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે (અગ્નિશસ્ત્ર હથિયાર) સોશ્યલ મીડીયામાં ફોટા અપલોડ ક૨ના૨ ઈસમને ૩૨, બોર રીવોલ્વ૨ (અગ્નિશસ્ત્ર હથિયા૨) સાથે બે ઈસમોને ઝડપી પાડતી અમરેલી.એસ.ઓ.જી.ટીમ.
ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે અમરેલી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નાંઓ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, તથા તાજેતરમાં યુવા વર્ગમાં હથિયારો સાથેના પોતાના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડીયામાં વાયરલ કરીને પોતાનું વર્ચસ્વ તથા રોફ જમાવવાની મનોવૃત્તિ સોશ્યલ મીડીયાનાં માધ્યમથી જોવા મળેલ છે.
આ પ્રકારની પ્રવૃત્તિથી જાહેર જનતામાં ભય કે ઉત્સુક્તાનું વાતાવરણ ફેલાતું હોય છે. આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનો અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટ એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટ એચ.જી.મારૂ તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ખાનગી બાતમીરાહે તથા (સોશ્યલ મીડીયાના માધ્યમથી) હકિકત મળેલ કે, એક ઈસમ પોતે લાયસન્સ ધારકો પરવાનેદાર ન હોવા છતા સોશિયલ મિડીયામાં ૩૨ બોર રીવોલ્વર (અગ્નિશસ્ત્ર હથિયાર) ના ફોટા આપલોડ કરી સામાજમાં ભય ફેલાવવાનો ઈરાદો હોય, જે અનુસંધાને અપલોડ કરેલ ફોટોગ્રાફવાળા ઈસમને એક ૩૨ બોર રીવોલ્વર (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપીઓ ૦ઃ-
(૧) મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો ગંભીરસિંહ ચુડાસમા, ઉ.વ.૩૩, ધંધો.ફોર-વ્હિલર લે-વેચ, રહે.બાબરા, પોલીસ લાઇન પાછળ, દાનેવ નગર, તા.બાબરા જી.અમરેલી,
(૨) વિજયસિંહ વિરસિંહ યાદવ ઉ.વ.૫૬,ધંધો. વેપાર,રહે. લાઠી, નારાયણ નગર,તા.લાઠી,જી,અમરેલી,
આમ, મજકુર પકડાયેલ બન્ને ઈસમોનાં કબ્જામાંથી એક ૩૨ બોર રીવોલ્વર (અગ્નિશસ્ત્ર હથિયા૨) કિ.રૂા.૧,૫૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે બાબરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જી.મારૂ, તથા એ.એસ.આઇ. નાજભાઇ પોપટ, તથા હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ મહેતા, તથા ગોબ૨ભાઇ લાપા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા જનકભાઇ કુવાડીયા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.