સુરેન્દ્રનગરમાં 134 બનાવટી નોટ સાથે એક શખ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર એસઓજી ટીમે 134 નકલી ચલણી નોટ સાથે એક શખ્સને દબોચી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ શખ્સ પાસેથી ભારતીય ખોટી ચલણી નોટ બનાવવાના સાધનો લેપટોપ, પ્રિન્ટર, કાગળો, સ્ટીલરૂલ, બ્લેડ, મોબાઈલ ફોન કુલ કિં. રૂા.39320ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા તથા પીએસઆઇ એમ.બી.પઢીયાર તથા એએસઆઈ ઘનશ્યામભાઈ મસીયાવા તથા મગનભાઈ રાઠોડ તથા ડાયાભાઈ મોઘરીયા તથા રવિભાઈ ભરવાડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ ઝાલા તથા ડ્રા.પો.કોન્સ. બલભદ્રસિંહ રાણા તથા ડ્રા.પો. હેડ કોન્સ.પરસોતમભાઈ નાકીયા વિ. સ્ટાફના માણસોએ ગુપ્ત રાહે બાતમી હકીકત મેળવી જૂના વાલ્મીકી વાસ મહાજન પાંજરાપોળવાળી ગલી શિયાળી પોળ પાસે રેઈડ કરી આરોપી રાહુલભાઈ રાજેશભાઈ વાળોદરા (વાલ્મીકી) (ઉ.25, ધંધો- અભ્યાસ, રહે. વઢવાણ, લીંબડી રોડ, ચરમાળીયા મંદિર પાસે શિવપાર્ક સોસાયટી તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર) વાળાએ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં લેપટોપ અને પ્રિન્ટર જેવા સાધનોની મદદથી રૂા.100ના દરની ભારતીય ચલણી ખોટી નોટો બનાવી નોટ નંગ 134 પોતાના કબ્જામાં રાખી પકડાય ગયેલ હતો. આરોપી પાસેથી ભારતીય ખોટી ચલણી નોટ બનાવવાના સાધનો લેપટોપ, પ્રિન્ટર, કાગળો, સ્ટીલરૂલ, બ્લેડ, મોબાઈલ ફોન કુલ કિં. રૂા.39320/-ના મુદામાલ સાથે પકડી પાડી વઢવાણ પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચુડા તાલુકાના ભાણેજડા ગામેથી ગેર કાયદેસર બાર બોરનાં તમંચા તેમજ જીવતા કાર્ટીસ સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની...
લમ્પી વાયરસની તપાસ કરવા રાજસ્થાન પહોંચી કેન્દ્રીય ટીમ, જોધપુર અને નાગૌરની મુલાકાત લીધી
રાજસ્થાનમાં ગાયોમાં ફેલાતા લુમ્પી વાયરસની તપાસ માટે કેન્દ્રીય ટીમ જયપુર પહોંચી છે. ટીમે વાયરસથી...
કેશોદ ના અજાબ રોડ પર બાઈક સવાર સાળા બનેવી પર વૃક્ષ પડતાં બનેવીનું ઘટના સ્થળે મોત
કેશોદ ના અજાબ રોડ પર બાઈક સવાર સાળા બનેવી પર વૃક્ષ પડતાં બનેવીનું ઘટના સ્થળે મોત
મીશોએ ભારતમાં કરિયાણાનો વ્યવસાય બંધ કર્યો, 300 કર્મચારીઓની નોકરીમાંથી છટણી કરી
હોમગ્રોન સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતના 90 ટકાથી વધુ શહેરોમાં (નાગપુર અને મૈસૂર સિવાય)...
પશુપાલકોને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ શું કહ્યું....
પશુપાલકોને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ શું કહ્યું....