BANASKATHA // બનાસકાંઠા LCB એ બનાસ ડેરી ના પાર્કિંગમાં થી બાઈક ની ચોરી કરનાર જલોત્રાના શખસ ને દબોચ્યો..

( બ્યૂરો રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા )

પાલનપુર નજીક આવેલ બનાસ ડેરી ના પાર્કિગમાં થી થોડા દિવસ અગાઉ એક બાઈક ની ચોરી થઇ હતી, જે બાઈક ચોર ને બનાસકાંઠા LCB અને નેત્રમ પોલીસે ચોરી ના બાઈક સાથે જલોત્રા ગામના એક યુવક ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..

પાલનપુર નજીક આવેલ બનાસ ડેરી આગળ ના પાર્કિંગ માં પાર્ક કરેલ એક બાઈક ની ચોરી થઇ હતી, જે અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો, જો કે પાલનપુર LCB પોલીસ ની ટીમ પેટ્રોલીંગ દરમ્યાન નેત્રમ અને ટેકનિકલ ની મદદથી એક શંકાસ્પદ બાઈક ચાલક દીપક ફ્લજીભાઇ પરમાર ઠાકોર રહે જલોત્રા તાલુકા વડગામ વાળા ની યુક્તિ પ્રતિયુકિત થી પૂછ તાછ કરતા તેની પાસે રહેલ બાઈક તેને થોડા દિવસ અગાઉ બનાસ ડેરીના પાર્કિગ માં થી ચોરી કરી હોવાની કબૂલાત કરતાં તેની ચોરીના બાઈક સાથે અટકાયત કરી તેની સાથે પાલનપુર તાલુકા પોલીસ મથકે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..