બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાનું વિજ્ઞાન પ્રવાહ વિભાગ નો આજરોજ પરિણામ જાહેર થયું હતું જેમાં આણંદ જિલ્લાનું 60.21% પરિણામ આવ્યું છે જેમાં ખંભાતની બીટ્સ એજ્યુકેશન હાઇસ્કુલનો વિદ્યાર્થી ઓમ પ્રકાશ તિવારી 99.99 પર્સન્ટાઈલ રેન્ક સાથે સમગ્ર આણંદ જિલ્લામાં એ વન ગ્રેડ મેળવી પ્રથમ આવી ખંભાત, શાળા, પરિવારનું નામ રોશન કર્યું છે.

મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાના વતની વિનય કુમાર તિવારી હાલ જલારામ સોસાયટી ખંભાત ખાતે પોતાના બે સંતાન અને પત્ની સાથે રહે છે મધ્યમ વર્ગમાંથી આવતા ઓમ પ્રકાશ દિવાળીએ માતા પિતા નો સંઘર્ષ અને મુશ્કેલીઓ વચ્ચે રહીને પણ ઓમ પ્રકાશ તિવારીએ શોખ, મહેનત અને ધીરજ ને જીવન મંત્ર બનાવીને વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 650 માંથી 621 ગુણ મેળવી 99.99 પર્સન્ટાઇલ રેન્ક સાથે સમગ્ર આણંદ જિલ્લામાં એ વન ગ્રેડ હાંસલ કરી ખંભાત શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.

નોંધનીય છે કે મધ્યમ વર્ગમાંથી આવતા ઓમ પ્રકાશ તિવારી યુએસએની એમઆઇટી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરવાનો લક્ષ્ય ધરાવે છે. પરંતુ કોરોના કાળમાં નોકરી ગુમાવી બેઠેલા પિતા હાલ કોઈ વ્યવસાય કરતા નથી બીજી બાજુ માતા રેખાબેન ઘરે ટ્યુશન ક્લાસીસ ચલાવીને ઘરનું પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવારમાં બે સંતાન છે જેમાં 11 વર્ષીય આયુષ તિવારી ongc અંગ્રેજી માધ્યમમાં ધોરણ છ માં અભ્યાસ કરે છે અને મોટો સંતાન ઓમ પ્રકાશ તિવારીએ સમગ્ર આણંદ જિલ્લાનો ટોપર કોમ્પ્યુટર  સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનો લક્ષ્ય ધરાવે છે પરંતુ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ઓમપ્રકાશ તિવારીનો કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર બનવાનો સ્વપ્ન રોળાઈ ન જાય તે માટે સરકારશ્રી તરફ તરફથી સ્કોલરશીપ અને આર્થિક સહાય મળી રહે તે માટે પરિવારે અનુરોધ કર્યો છે. જોકે મુળ યુપીના વતની ટોપર ઓમ પ્રકાશ તિવારીના માતા પિતા ખંભાતમાં આવી વસ્યા હતા.ભાડાના મકાનમાં 15 વર્ષ જેટલા પસાર કરી આર્થિક સંઘર્ષ ખેડયો હતો. પિતા વિનય કુમાર તિવારીએ કોરોનાકાળ દરમિયાન સિક્યુરિટીની નોકરી ગુમાવી દીધી હતી. માતા રેખાબેન તિવારી ટ્યુશન ક્લાસ ચલાવી પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા છે.

બિટ્સ એજ્યુકેશન હાઈસ્કૂલના ડાયરેકટર સી.એસ. પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર આણંદ જિલ્લામાં એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી ઓમપ્રકાશ તિવારી ભણવામાં ખૂબ જ હોશિયાર અને ઉત્સાહી હતો.ઓમ પ્રકાશે બીટ્સ એજ્યુકેશન હાઈસ્કૂલનું નામ રોશન કર્યું છે.શૈક્ષણિક સંકુલમાં ગરીબ વિદ્યાર્થીઓને હુંફ પૂરી પાડવામાં આવે છે. મેનેજમેન્ટ, શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓની મહેનતથી અમારી શાળાનું પરિણામ અગ્રેસર રહ્યું છે.સફળ વિદ્યાર્થી ઓમ પ્રકાશ તિવારી અને તેમના પરિવારને અભિનંદન સહ શુભેચ્છા પાઠવું હતું.

(સલમાન પઠાણ ખંભાત)