હારીજ ના અડીયા મુકામે યોજાશે યજ્ઞ, જાતર અને ૧૨ વર્ષ ની તપસ્યા..,,૧૦૦૮ બળદેવનાથજી મહારાજ ગુરૂ ના હસ્તે પ્રગટાવસે ધુણો..,,હારીજ તાલુકા ના અડીયા મુકામે નાઈ સમાજ ની દીકરી ૧૨ વર્ષ ની તપસ્યા કરવા જઈ રહ્યા છે. ત્યારે 

થોડી ગીતાબેન વિશે વાત કરી એ તો અડીયા મુકામે ૧૯ વર્ષ થી વસવાટ કરી રહ્યા છે. ગીતાબેન નું પિયર ખીમાંણા તેમજ સાસરું થરા છે. ગીતાબેન ને દુઃખ પડતા તેઓ થરા થી ભાભર તેમજ દિયોદર પણ રહી ચૂક્યા છે.ગીતાબેન જયારે દુઃખ પડ્યું ત્યારે ઘણા ભુવા પાસે પણ ગયા અનેક વિધિઓ પણ કરાવી પરંતુ પોતાનું દુઃખ દૂર થયું નહીં. ત્યારે તેમને એક દેવી એ સપને આવી વાત કરી હું તારું દુઃખ દૂર કરું પણ તારે હું જોઈએ કે માનવી ત્યારે ગીતાબેન કહ્યું કે માં તું મળતી હોય તો મારે તું જોઈએ ત્યાર બાદ એક જંગલ જેવા ( અડીયા) વિસ્તારમાં ગીતા બેન આવ્યા અને વસવાટ કર્યો.ગામ લોકો ને ગીતા બેને વાત કરી પણ ગામ લોકો વાત માનવ તૈયાર થયા નહીં. ત્યારે ગીતાબેન કહ્યું વર્ષો જૂનું થડીયું જે સુકાઈ ગયેલું હતું. અને ત્રણ દિવસ માં આ થડીયું લીલું થાય તો માનજો અને આ થડીયું લીલું થયું. ત્યારે થી ગામ લોકો નો સહયોગ ચાલુ થઈ ગયો છે. ત્યારે હવે અડીયા મુકામે યજ્ઞ, જાતર યોજાવા જઈ રહી છે.હારીજ તાલુકાના અડીયા મુકામે શ્રી સિકોતર માતાજી અને થડિયાવાળી માતાજી ની ભવ્ય રજવાડી રમેલ તેમજ પંચ કુંડાત્મક મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે. સાથો સાથ નાઈ ગીતાબહેન જેઓ બાર વર્ષે સુધી કઠીન તપસ્યા ઉપર ઉતરી રહ્યા છે.તારીખ ૦૯/૦૫/૨૩ મંગળવાર ના રોજ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..નવ તારીખ ના સવારે નવ વાગે યજ્ઞ નો પ્રારંભ થશે,દશ વાગે સામૈયું,રાત્રે રમેલ તેમજ દશ તારીખે તેલ ફૂલ થશે, શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી દેવ દરબાર જાગીર મઠ ના હાથે ધુણા નો પ્રગટાવવા માં આવશે.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન પ્રવિણ માસ્ટર, વિષ્ણુભાઈ ભલગામ, ચતુર ભાઈ નાઈ થરા,, કલ્પેશભાઈ નાઈ ખીમાંણા, મહેન્દ્રભાઈ નાઈ, ખાનપુરડા, હરિભાઈ નાઈ સાણદ,અલ્પેશ ભાઈ ભુજ, કુરશી ભાઈ નાઈ નાથપુરા,શૈલેસ ભાઈ દિયોદર,ચેતનભાઈ નાઈ ,વીનુંભાઈ સૂબાપુરા જોકે વધુ માહિતી માટે પ્રવીણ ભાઈ નાઈ ધ્રાડવ હાલ ગાંધીનગર મો.9998164745 પર સંપર્ક કરી શકો છો....