બાઈક ચોર ઝડપાયો: બનાસકાંઠા LCBએ બનાસડેરીના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનાર જલોત્રાના શખસને દબોચ્યો

પાલનપુર નજીક આવેલ બનાસ ડેરીના પાર્કિગમાં થી થોડા દિવસ અગાઉ એક બાઈકની ચોરી થઇ હતી જે બાઈક ચોરને બનાસકાંઠા એલસીબી અને નેત્રમ પોલીસે ચોરીના બાઈક સાથે જલોત્રા ગામના એક યુવકને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર નજીક આવેલ બનાસડેરી આગળ ના પાર્કિંગ માં પાર્ક કરેલ એક બાઈક ની ચોરી થઇ હતી જે અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો જોકે પાલનપુર એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગ દરમ્યાન નેત્રમ અને ટેકનિકલ ની મદદથી એક શંકસ્પદ બાઈક ચાલક દીપક ફ્લજીભાઇ પરમાર ઠાકોર રહે.જલોત્રા તા.વડગામ વાળા ની યુક્તિ પ્રતિયુકિત થી પૂછતાછ કરતા તેની પાસે રહેલ બાઈક તેને થોડા દિવસ અગાઉ બનાસ ડેરીના પાર્કિગમાં થી ચોરી કરી હોવાની કબૂલાત કરતાં તેની ચોરીના બાઈક સાથે અટકાયત કરી તેની સાથે પાલનપુર તાલુકા પોલીસ મથકે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.