સુરતની બે બહેનોના દુષ્કર્મ કેસમાં પાખંડી આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા

વર્ષ 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામ પર બળાત્કાર મામલે ફરિયાદ દાખલ કરી હતી. આ બંનેમાંથી નાની બહેને ફરિયાદમાં કહ્યું હતું કે, નારાયણ સાંઈએ વર્ષ 2002થી 2005ની વચ્ચે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. યુવતીના કહેવા પ્રમાણે તેઓ જ્યારે આસારામના સુરતમાં આવેલાં આશ્રમમાં રહેતાં હતાં ત્યારે તેમની સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તો મોટી બહેને ફરિયાદમાં આસારામ વિરુદ્ધ બળાત્કારના આરોપો કર્યા હતા. તેના કહેવા પ્રમાણે તેઓ 1997થી 2006 વચ્ચે અમદાવાદમાં આવેલા આસારામના આશ્રમમાં રહેતાં હતાં. આ સમયગાળા દરમિયાન આસારામે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. બંને બહેનોએ પિતા-પુત્ર સામે અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી. જે બાદ પોલીસે નારાયણ સાંઈ સામે બળાત્કાર, જાતીય હુમલો, ગેરકાયદે કેદ કરી રાખવા અને અન્ય ગુનાઓ નોંધ્યા હતા. ઉલ્લેખનીય છે કે 6 ઑક્ટોબર, 2013ના રોજ નારાયણ સાંઈ દ્વારા સુરતના જંહાગીરપુરા આશ્રમ સ્થિત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી. 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કારાવાસની સજા થઈ હતી. ત્યારબાદ જેલમાં બંધ આસારામ બાપૂને કોર્ટ પાસેથી જામીનની માંગ કરી હતી.                                      આસારામ કેસમાં ગાંધીનગર સેશન કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. સુરતની બે બહેનોના દુષ્કર્મ કેસમાં પાખંડી ધર્મગુરુને ગાંધીનગર સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. કોર્ટે આસારામને ગુનેગાર સાબિત કર્યો છે. કુલ 7 આરોપી સામે ગુન્હો નોંધાયો હતો, જેમાં આસારામ સિવાયના 6 આરોપીઓને પુરાવના અભાવે નિર્દોષ જાહેર કર્યાં છે.જેમાં આસારામની પત્ની એની દીકરી સહિત 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે. ત્યારે આસારામને સજા નું એલાન આવતીકાલે સવારે 11 વાગે કરવામાં આવશે.

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર