કોરોના અપડેટ: બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધું 05 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 15 થયો
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 05 કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 15 એક્ટિવ કેસ થયા છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આજે RT-PCR 432 અને ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ડીસામાં 02 દાંતીવાડામાં 02 પાલનપુરમાં 01 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લા પાંચ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ 15 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એ માથું ઉંચક્યું છે 14 તાલુકામાંથી આજે ત્રણ તાલુકામાં કોરોના પોઝીટીવ કેશ નોંધાયા છે જિલ્લા કુલ 432 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 01 કેશ નોંધાતા કુલ 15 એક્ટિવ કેશ થયા છે ધીમે ધીમે વધતા કોરોના કેસોમાં લોકોને સતર્ક રહેવું જરૂરી છે.