પાટડીના માલવણ-અમદાવાદ હાઇવે પર કચોલિયાના બોર્ડ પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતા એક શખ્સનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેમાં ચાલક દ્વારા ટ્રકને બ્રેક મારી ધીમી પાડી સાઈડમાં લેવા જતા પાછળથી પુરઝડપે આવી રહેલી ટ્રક પાછળના ભાગે ભટકાડતા અકસ્માત સર્જાયો હતો. બજાણા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ વિજયસિંહ ગંગાસિંહ રાજપુર ( રહે- નાલોઈ તા- ભીમ જિલ્લો- રાજસ્થાનવાળા ) દ્વારા બજાણા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અને તેઓનો સાથી બીજી ટ્રક લઈને એમ બે અલગ અલગ ટ્રક લઈને અમદાવાદથી વેસ્ટેજ પૂંઠા ભરીને મોરબી જવા રવાના થયા હતા. ત્યારે રસ્તામાં માલવણ-અમદાવાદ હાઇવે પર કચોલિયા ગામના બોર્ડ પાસે આવેલા પુલ પર રતનસિંહ ગંગાસિંહ ( રહે-રાજસ્થાનવાળા )ની ટ્રકમા ખરાબી આવતા ગંગાસિંહે ગાડી સાઈડમાં લેવા સીગ્નલ આપેલુ હતું. જેથી વિજયસિંહ રૂપસિંહ રાજપુત દ્વારા બ્રેક મારી ટ્રક ધીમી પાડી સાઈડમાં લેવા જતા પાછળથી પુરઝડપે આવી રહેલી ટ્રક પાછળના ભાગે ભટકાડતા રોડની સામેની સાઈડ રતનસિંહની ટ્રક જતી રહી હતી.જેમાં રતનસિંહને તો કોઈ ઇજા ન થઈ પરંતુ તેમના દ્વારા નીચે ઉતરીને જોતા સામેના ટ્રક ડ્રાઇવરના પગના ભાગે ઇજા થઇ હતી. જેમાં ટ્રક પાછળના ભાગે ભટકાડતા ટ્રક આગળના ભાગેથી ટોટલ લોસ્ટ થઈ ગયી હતી. આ ટ્રક ડ્રાઇવરને આજુબાજુના માણસો તાકીદે હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ટ્રક ડ્રાઇવર મૃત્યુ પામ્યો હતો. જેથી ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગફલતભરી રીતે વાહન ચલાવી બીજી ગાડી સાથે ભટકાડવા બદલની ફરિયાદ વિજયસિંહ રૂપસિંહ રાજપૂત દ્વારા બજાણા પોલીસ મથકે નોંધાવા પામી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ ચલાવી રહી છે.