સુરેન્દ્રનગરની બજારોમાં નકલી નોટો આવી હોવા અંગે એસઓજી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં વઢવાણમાંથી મોટી રકમ સાથે આરોપીઓને ઝડપી પડાયા હતા. જેમની પુછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આમ ઝાલાવાડમાં નકલી નોટ બજારમાં ફરતી થાય પહેલા ઝબ્બે થઇ ગઇ હતી.બજારોમાં નકલી નોટો ઘુસાડી અર્થ તંત્રને નુકશાન પહોંચાડાતુ હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં નકલી નોટો ફરતી કરાતી હોવાની બાતમીના આધારે એસપીની સુચનાથી સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસના અંતે શનિવારે ટીમને મોટી સફળતા હાથ લાગી હતી. જેમાં વઢવાણમાંથી આરોપીઓને નકલી નોટોની મોટી રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે તેમની પાસેથી પકડાયેલો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને લઇ એસઓજી ટીમે પુછપરછ હાથ ધરવામાં આવી હતી.આમ ઝાલાવાડના અર્થ તંત્રને નુકશાન પહોંચાડવાની મોટી સાઝીશ પાર પડે પહેલા નકલી નોટોને ઝડપી પાડવામાં એસઓજી ટીમને સફળતા મળી હતી. આ આરોપીઓને હલા એસઓજી ટીમે ઝબ્બે કરી તેમની પાસેથી આ નોટો ક્યાંથી આવી કોને આપી પોતે છાપતા હતા કે શું? તે સહિત પુછપરછ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમા નકલી નોટોનું મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઇ રહી છે. આમ ઝાલાવાડમાં નકલી નોટ બજારમાં ફરતી થાય પહેલા ઝબ્બે થઇ ગઇ હતી.