ખંભાત તાલુકાના વાડોલા ગામે વીજ ગ્રાહકના ઘરમાં ડીમલાઈટ હોવાથી તેના નિરાકરણ માટે કર્મચારી ગયો હતો.તે સમયે બે શખ્સે રોકી તેને માર મારી બાઇકની તોડફોડ કરી હતી.આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે બે શખ્સ ગામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ખંભાત તાલુકાના કાળી તલાવડી વિસ્તારના પ્રજાપતિ વાસમાં રહેતા ચેતનકુમાર હસમુખભાઈ પ્રજાપતિ મધ્ય ગુજરાત વીજ કંપની ખંભાત ગ્રામ્યમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે.તેઓને કાળી તલાવડી, છતરડી, પોપટપુરા, વાડોલા ગામમાં ઈલેક્ટ્રીક મેન્ટેનન્સનું કામ સોંપવામાં આવ્યું છે.તેઓ 26 એપ્રિલના રોજ વાડોલા સીમ વિસ્તારમાં ટ્રાન્સફોર્મર નું સમારકામ કરી રહ્યા હતા.તે સમયે વાડોલા ટેકરા  વિસ્તારમાં રહેતા કનુભાઈ નટવરભાઈ પટેલે પોતાના ઘરમાં ડીમલાઈટ અંગેની ફરિયાદ આપી હતી. તેથી તેઓ બાઇક લઈને વાડોલા ટેકરા વિસ્તારમાં પહોંચ્યા હતા.આ સમયે બે શખ્સ મહેશ ફતાભાઈ પઢિયાર અને કલ્પેશ અરવિંદ પઢિયાર ત્યાં ઘસી આવ્યા હતા અને વીજ કર્મચારી ચેતનકુમારને આંતરી લઈ તું અમારી લાઈટની મેઇન સ્વીચ બદલવા આવતો નથી અને કનેક્શન કાપવા માટે આવી જાય છે.તેમ કહી અપશબ્દ બોલવા  લાગ્યા હતા ત્યારબાદ મહેશે ગળું પકડી બાઈક પરથી નીચે ઉતારી બંને જણાંએ બરડાના ભાગે મુઠ માર માર્યો હતો.આ બંને બાઈકને ધક્કો મારી વીજ કર્મીને નીચે પાડી દીધા હતા ઉપરાંત આ બંને શખ્સે ચેતનને મને તું આ ગામમાં દેખાઈશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે મહેશ ફતા પઢિયાર અને કલ્પેશ અરવિંદ પઢીયાર સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.