લીંબડી તાલુકાના ભોયકા ગામે રહેતા અને પટોળાના વેપાર સાથે જોડાયેલા યુવાનનો મૃતદેહ તેના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. યુવકને સારવાર અર્થે હૉસ્પિટલે ખસેડાયો જ્યાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.મૃતક યુવકના 7 દિવસ પછી લગ્ન થવાના હતા. હાલ લગ્નના ઘરમાં ગાણાં ગાવાની જગ્યાએ મરસિયા ગવાઈ રહ્યા છે. યુવાને આપઘાત કર્યો કે તેની હત્યા થઈ તે કારણ બહાર આવ્યું નથી. લીંબડી તાલુકાના ભોયકા ગામે રહી પટોળા અને વણાટ વ્યવસાય કરતા ગુંણવતભાઈ રાઠોડના પુત્ર રમેશભાઈની સગાઈ ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામે કરવામાં આવી હતી. તા.4 મેના રોજ રમેશભાઈના લગ્ન હતા. ગુરુવારે રાતે રમેશભાઈ તેમના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.બનાવ અંગે પોલીસને જાણ કરી રમેશભાઈને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 7 દિવસ પછી જે યુવકના લગ્ન થવાના હતા તેના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.હાલ તો લગ્નવાળા ઘરમાં ગાણાં ગાવાની જગ્યાએ મરસિયા ગવાઈ રહ્યા છે. રમેશની હત્યા થઈ કે આપઘાત કર્યો તે કારણ બહાર આવ્યું નથી. રમેશે આપઘાત કર્યો તો તેના પાછળ શું મજબૂરી હશે? કોના ત્રાસે આપઘાત કર્યો? આર્થિક સંકડામણ કે પારિવારિક તકલીફ? આપઘાત કરવા કોઈએ મજબૂર કર્યો? જો તેની હત્યા કરાઈ હોય તો શેના માટે? હત્યારા કોણ? સહિતના અનેક સવાલો છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं