લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા એક ઇસમને કુલ કિં.રૂ.૧૫,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લાઠી સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા લાઠી સર્વેલન્સ ટીમે ગત તા.૨૭/૦૪/૨૦૨૩ નાં બાતમી હકિકત આધારે

જાનબાઈ દેરડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી આઇ.પી.એલ. ૨૦૨૩ ની “ચેન્નઈ સુપર કિંગ્સ” અને “રાજસ્થાન રોયલ્સ” વચ્ચે મેચ ચાલુ હોય,પોતાના એન્ડ્રોઇડ ફોનમાં cricbuzz એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચનો સ્કોર જાણી

 કાગળની ચિઠ્ઠીમાં પોતાના નામ સામે આંકડાઓ લખી, પૈસા વડે “ક્રિકેટનો સટ્ટો” રમી રમાડતા એક ઇસમને પકડી પાડી પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ

 જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગત

જયંતી ઉર્ફે જેનો તળશીભાઈ સોલંકી ઉ.વ.૩૨, ધંધો.હિરા ઘસવાનો, રહે.જાનબાઈ દેરડી, તા.લાઠી, જી.અમરેલી,

પકડવાનો બાકી આરોપીની વિગત

કાનજીભાઈ વિનુભાઈ બારૈયા રહે.જાનબાઈ દેરડી, તા.લાઠી, જી. અમરેલી,હાજર મળી આવેલ ન હોય

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એચ.જે.બરવાડીયા તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.