સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામા રૂ. 34 કરોડના ખર્ચે વિશાળ આકાર લઇ રહેલા ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું ગુજરાતનાં CM ભુપેન્દ્ર પટેલ લોકાર્પણ કર્યું હતુ. જેમાં ચોટીલામા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું રૂ. 34 કરોડના ખર્ચે બની રહેલા સંગ્રહાલય તેમજ રૂ. 3.39 કરોડના ખર્ચે બનનારા પુસ્તકાલયનુ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કર્યું હતુ.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સપનું હતુ કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનુ મ્યુઝિયમ બનાવવાનુ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મારક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી પરિકલ્પના મુજબની ડિઝાઇન મુજબ તૈયાર કરવામાં આવશે. જે અંતર્ગત આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ચોટીલામા રૂ. 34 કરોડના ખર્ચે વિશાળ આકાર લઇ રહેલા ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું તેમજ પુસ્તકાલયનુ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.જે અંતર્ગત આ પ્રસંગે ધારાસભ્ય શામજી ચૌહાણ, રામકુભાઈ ખાચર, પાલિકા પ્રમુખ જયદિપભાઈ, શાહબુદ્દીન રાઠોડ. તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત સતત બે દિવસ સુધી પોલીસ ખડેપગે રહીને સુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત અને ચોટીલા ડીવાયએસપી સી.પી.મુંધવા સહિતનો પોલીસ સ્ટાફ સાથે ખડેપગે હાજર રહ્યો હતો.