ચોટીલા તાલુકાના નાળિયેરી ગામે 20 એપ્રિલના રોજ ધોળા દિવસે આધેડ કાળાભાઈ ગેલાભાઈ મેરની ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો. ત્યારે આ બનાવમા સુરેન્દ્રનગર ડીએસપી હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી એલસીબી અને એસ.ઓ.જી.ની ટીમે આ હત્યાકેસના ગુનામાં સામેલ ઈસમોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.હત્યાકેસના છ જેટલા ઇસમોને ચિરોડા વીડ વિસ્તારમાં હોવાની બાતમી મળતા આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી એલ.સી.બી. પોલીસે હાથ ધરી છે. આ બનાવ પ્રાથમિક તપાસમા જુના મનદુખના કારણે બન્યો હોવાનું પોલીસ તપાસમા ખુલવા પામ્યું છે.ત્યારે આ હત્યા કેસના ગુનામા સામેલ અજય ઉર્ફે બાદશાહ મેર, એક સગીર બાળક, હરેશ ઝાપડિયા, ગોપાલ મેર, સંજય ઉર્ફે દલ્લો મકવાણા અને ઇમરાન ઉર્ફે ભાઈજાન ડેલીવાળા સહિત છ જેટલા ઈસમોને ઝડપી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.. ઝડપાયેલા ઈસમો પૈકી અજય ઉર્ફે બાદશાહ સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુના અને ઇમરાન ઉર્ફે ભાઈજાન સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમ હેઠળ ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમા ખુલવા પામ્યું છે. આ અંગે વધુ તપાસ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચે હાથ ધરી છે.