કોડીનાર નાં ઘાટવડ ગામેં માનવ લોહીના પ્યાસો બનેલ આદમખોર દીપડો આખરે જુવાનસિંહ ભાઈ ઝાલા ની વાડી પારખયે થી કેદ થઈ ગયો છે. જો કે આ બાબતે ખેડૂતોનું કહેવું છે કે,અહીં પાંચ દીપડા હતા હજુ 4 ની દહેશત છે આશરે ત્રણ દિવસ પહેલા કોડીનાર ના ઘાટવડ ગામે પોતાના વાડી વિસ્તારમાં રહેતા કૈલાશ બા અભેસિંગ ભાઈ મકવાણા નામના 48 વર્ષીય મહિલા પોતાનાં માલ ઢોર બાંધવાના ઢાળિયા નજીક નીરણ નાખવા ગયા હતા.તે સમયે પાછળ નાં ભાગે થી અચાનક દીપડો આવી કૈલાશ બા ને પોતાના ઝડબામાં ફસાવી ખુલા માં ફાડી ખાધા હતા

એક દીપડો પકડાયો પણ ચાર હજુ પકડથી બહાર

આથી વન વિભાગે 10 પાંજરા અને બકરા અને પાડા નાં મારણ મૂકી દીપડાને પાંજરે પુરાવા કવાયત હાથ ધરી હતી. જોકે આખરે દીપડો ૫ દિવસે પાંજરે કેદ થયો છે. દીપડો પાંજરે કેદ થતા વનવિભાગે રાહતનો શ્વાસ લીધો છે આ બનાવ ઘાંટવડ માં બીજી વખત બન્યો હતો જોકે વન તંત્ર પણ ખુબ એલર્ટ થય ખુબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી પરંતુ ગામ લોકો અને ખેડૂતો તેમજ મૃતકના સગામાં હજુ ભય છે. ગામ લોકોનું કહેવું છે કે, દીપડો પાંજરે પુરાયો તો છે પરંતુ તે જ દીપડો છે કે કેમ? તે મોટો સવાલ છે. કારણ કે, અહીં 5 દીપડાઓ જોવા મળે છે જેમાંનો એક પકડાયો છે. હજુ 4 દીપડા ખુલ્લા રખડી રહ્યા છે, જેના કારણે અહીંના ખેડૂતો અને મૃતકના સગા ભયભીત બન્યા છે.