સંસાદ ખેલ સ્પર્ધા 2023 અંતર્ગત આણંદ શારદા હાઈસ્કૂલ ખાતે ખો-ખો તથા કરાટે સ્પર્ધાનું સાંસદ મિતેષભાઈ પટેલના હસ્તે શુભારંભ કરાયું હતું આ પ્રસંગે સાંસદની સાથે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, મહામંત્રી નિરવભાઈ અમીન, આણંદ શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, આણંદ શહેર મહામંત્રી સ્વપ્નિલભાઈ પટેલ, અમિતભાઇ ઠાકોર, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, પાલિકાના કારોબારી ચેરમેન સચિનભાઇ પટેલ, આણંદ શહેર ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ સહિત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.