વેરાવળ ની અભયમ ટીમ દ્વારા ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ વર્ષેની સગીરાનાં બાળલગ્ન થતા અટકાવેલ હતા ૨૧ મી સદીમાં પણ હજૂ અમૂક સમાજો માં કુરિવાજો યથાવત રહેવા પામ્યા છે ત્યારે એક જાગૃત નાગરિક દ્રારા ફોન કરી વેરાવળ અભયમ ટીમને જાણ કરી ૧૭ વર્ષની સગીરાનાં લગ્ન થતાં હોવાની માહિતીના આધારે ૧૮૧ ટીમ સ્થળ ઉપર દોડી જઈ બાળલગ્ન થતાં અટકાવેલ જે અંગેની માહીતી આપતા અભયમ ટીમે જણાવેલ કે, કોડીનાર પંથકનાં ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનાં બાળલગ્ન થતાં હોવાની જાગૃત નાગરીક દ્વારા જાણ કરતા કાઉન્સેલર દાફડા અંજનાબેન મહીલા કોન્સ્ટેબલ નંદાનીયા વર્ષાબેન, કોડિનાર પી.સી. જાદવ દોલુંભાઈ અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા બાળસુરક્ષા કચેરીનાં સહ કર્મચારી સહિતનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયેલ અને લગ્નવિધિ અટકાવી હતી. જે દીકરી ના લગ્ન થઈ રહ્યા હતા તેના માવતરને મળી દીકરીની ઉંમર અંગેનું પ્રમાણપત્ર માગતા દિકરી ની ઉંમર માત્ર ૧૭ વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દીકરીના માવતરને ૧૮ વર્ષ પછી જ લગ્ન કરવા તે પૂર્વે લગ્ન કરે તો કાયદાકિય ગુનો ગણાય તે અંગેની માહિતી આપી હતી અને ગામના સરપચ, આગેવાનો તેમજ દિકરી દિકરા નાં માવતર પાસેથી બાહેંધરી પત્ર લખાવ્યું હતું અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા ધારાધોરણ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.