રાજ્યમાં સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતા સ્વાગત સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, વઢવાણ ખાતે ’તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો.આ કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરી આપવા બાબતે, પાણીની લાઈન નાખી કનેક્શન આપવા બાબત, નગરપાલિકાના શિક્ષકોના જી.પી.એફના નાણા મળવા બાબત, રસ્તા નવીનીકરણ કરવા બાબત, વઢવાણ જી.આઇ.ડી.સી તરફના રસ્તા રીપેરીંગ કરાવવા, રસ્તા પરની ગટરોનો કચરો સાફ કરાવવા બાબત સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.તાલુકા સ્વાગત કાર્યક્રમના અરજદારોની રજૂઆત સાંભળી નિવાસી અધિક કલેકટરશ્રીએ સંબંધિત વિભાગોને તમામ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેલા 33 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો તેમજ ગ્રામ સ્વાગતના 134 પ્રશ્નોની સમીક્ષા કરી સંબંધિત વિભાગને તમામ પ્રશ્નોનો નિકાલ કરવાની સૂચના આપી હતી.અરજદાર ધોરાળીયા ગોપાલભાઈ નારણભાઈએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેઓ હાલ ખાણ વિસ્તાર - રતનપરના રહેવાસી છે. આ વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી કચરો લેવા આવતી ગાડી અનિયમિત હતી.