ભીલડી ગામેથી યુવતી ને ભગાડી જનાર શખ્સ ને ઝડપી પાડતી ભીલડી પોલીસ..
બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા
ડીસા તાલુકાના એક ગામમાં રહેતી યુવતી ભીલડી ખરીદી કરવા માટે આવી હતી અને મોડી સાંજ સુધી ખરીદી કરી પરત ઘરે ન પહોંચતા તેના પરિવારજનો એ શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન આ યુવતી ભીલડી નજીક મોટા નાળે આવી હતી. ત્યાંથી મુડેઠા ગામનો દિનેશજી ભવાનજી રાઠોડ ઇકો ગાડીમાં બેસાડી ભાગાડી ગયો હોવાનું જાણવા મળતાં યુવતી ના પરિવારજનો એ યુવક સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી..
યુવતી ને મુડેઠા ગામનો યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાતા જ ભીલડી પોલીસ મથકના હેડ.કોન્સટેબલ ગૌતમભાઇ, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ દેસાઇ અને રામચંદભાઇ સહિતની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી હતી..
અને બાતમી ના આધારે ગાંધીધામ સેકટર 7 માં સોનલ ટાવર પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો..
તેમજ પોલીસે બંને નું મેડીકલ ચેકઅપ કરાવી યુવતી ને તેના પરિવારજનો ને સોંપી હતી. જ્યારે યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..