રાજ્યનુ સૌથી મોટો મહાનગર એટલે અમદાવાદ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સમ્રગ રાજ્યમાં સૌથી મોટી મહાનગર પાલિકા અને 10 હજાર કરોડનું બજેટ હોવા છતા આજે AMC દેવાદાર બન્યુ છે 200 કરોડના બોન્ડ અને 350 કરોડ રૂપિયાની લોન ગુજરાત સ્ટેટ ફાયાન્સ કોર્પોરેશનને લેવાની નોબત આવી છે એટલે કોર્પોરેશનની તિજોરી ખાલીખમ પડી છે કરોડો રૂપિયાનો ટેકસ વસૂલાતી કોર્પોરેશનની આજે કંગાળ હાલતમાં જોવા મળી રહી છે.
AMCએ લોન માટે ગ્રીન બોન્ડ બહાર પાડી છે આગાઉ પણ રિવરફન્ટ્ર માટે કોર્પોરેશનને 300 કરોડની લોન લીધી હતી ગ્રીન પ્રોજેકટ અંતર્ગત ગ્રીન બોન્ડ 450 કરોડ પેટે DPR મંજૂર કરવામાં આવ્યા છે. હવે લોનના માટે વસૂલાત AMC પ્રજાથી કરશે એટલે ભવિષ્યમાં લોકોના ખિસ્સા પર ભારણ વધવાનું છે.ગતરોજ AMCના પરિસરમાં વિરોધ પક્ષ દ્રારા પ્રતિકાત્મક વિરોધ નોંધવામાં આવ્યુ હતુ
ગત વર્ષે AMC 961 કરોડના વિકાસ કાર્યો મંજૂર થયા હતા અને આ વર્ષે 1200 કરોડના વિકાસના કાર્યો મંજૂર થયા છે આ વખતે AMC આવક કરતા જાવક વધારે જોવા મળતા આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે કોરોના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી સૌથી માઠી અસર પહોંચી હતી હજુ કેટલાક કોન્ટ્રકટરોને પૈસા આપવાના બાકી છે એક અંદાજ પ્રમાણે હજુ 500 કરોડ રૂપિયા કોન્ટ્રકટરોને ચૂકવાના બાકી છે