જસદણમાં વડલા વાડી વિસ્તારમાં કપડાં ધોવા મામલે નાની બહેન સાથે ઝઘડો થતાં યુવતીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાત જસદણના વડલાવાળી વિસ્તારમાં રહેતી રીનાબેન હસમુખભાઈ વાસાણી (ઉ.વ.22) નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘર પાસે આવેલ સમાજવાડીની ઓફિસમાં જઈ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતા જસદણ પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વધુમાં બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મૃતક યુવતીના પિતા મજૂરીકામ કરે છે અને તે બે બહેન અને એક ભાઈમાં મોટી હતી. જેમને ગઈકાલે નાની બહેન સાથે કપડાં ધોવા મામલે ઝઘડો થયો હતો. જેનું તેને માઠું લાગી આવતા ઘરની બાજુમાં આવેલ સમાજવાડીની ઓફિસમાં જઇ અંતિમ પગલું ભરી લીધું હતું જેને સારવારમાં હોસ્પિટલે ખસેડાઇ હતી પણ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચલાવી રહ્યા છે.
જસદણમાં વડલા વાડી વિસ્તારમાં કપડાં ધોવા મામલે નાની બહેન સાથે ઝઘડો થતાં યુવતીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાત
