વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડાગામથી કરૂણ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક યુવકને મગર નદીમાં ખેંચી જતા ચકચાર મચી જવા પામી છે, ઘટનાને પગલે સમ્રગ ગામના લોકો ઢાંઢર નદી કિનારે દોડી આવ્યા હતા જયાં સુધી યુવકનું મૃત્યુ નિપજી ચૂક્યો હતો
સોખડાગામમાં આવેલી ઢાંઢરનદી ખાતે સવારના સુમારે એક યુવક ઢોર ચરાવવા ગયો હતો તે દરમિયાન યુવક નદીકિનારે લપસી જતા ઝાડીઓમાં સંતાયેલા મગર એકદમથી તકનો ફાયદો લઇ યુવકને નદીમાં ખેંચી જાય છે જયાં યુવક જીવ બચાવવા તરફડિયા મારતા રહ્યો પણ મગર નદીની અધવચ્ચે લઇ જઇ ફાડી નાંખે છે ઘટનાને પગલે નદી કિનારે લોકાના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ઘટનાને લઇ સમ્રગ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું
જેમાં પ્રાથમિક તપાસ અનુસાર મૃતકનુ નામ આસીફ દિવાન છે જે પશુપાલક હોવાનું સામે આવ્યો છે. ગામમાં સર્જાયેલી ઘટનાને લઇ સમ્રગ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઢાંઢર નદી ઓવરફલો થતા અવાર-નવાર મગરો શહેરોમાં પણ ચડી આવતા હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે