એડીશ્નલ સેશન્સ કોર્ટનાં જજ ભૂમિકાબેન ચંદારાણાનોમહત્વનો ચુકાદો

સરકારપક્ષે મદદનીશ સરકારી વકીલ વિકાસ વડેરાએ કરી ધારદાર દલીલો

સાવરકુંડલા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૪ વર્ષ ૩ માસની બાળકીને પોણા બેએક વર્ષ પહેલા તે જ ગામમાં રહેતા એક ૩૨ વર્ષિય આરોપીએ ભાગ લઈ આપવાની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ બાળકી ઉપર બળત્કાર ગુજાર્યો હતો. આ અંગેનો કેસ સાવરકુંડલા સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં

આરોપીને આજીવન કેદ તથા રૂા. ૪૫ હજારનાં દંડ તથા દંડની રકમ રૂા. ૪૫ હજાર ભોગ બનનારને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો. આ બનાવમાં સાવરકુંડલા

તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને પોતાના ઘર પાસે ૨મતી એક ૪ વર્ષ ૩ માસની બાળકીને તે જ ગામે રહેતો  આરોપી જીતુ ઉર્ફે રાજુ રવજીભાઈ ગોહિલ બાળકીને ભાગ અપાવવાની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો.

આ અંગેનો કેસ આ સાવરકુંડલા સ્પે. પોકસો કોર્ટમાં ચાલી | જતાં

 જજ ભૂમિકાબેન ચંદારાણાએ | સરકારી વકીલ વિકાસ વડેરાની દલીલોને ધ્યાને લઈ આરોપીને પોકસો એકટ ૩, ૪, ૫ (એમ), ૬, ૭, ૮માં | આરોપીને આજીવન કેદ તથા રૂા. ૩૦ હજારનો દંડ તથા આઈ.પી.સી. ક.૩૬૩માં ૭ વર્ષની સજા તથા રૂા. ૧૫ હજાર દંડનો હુકમ કર્યો હતો.

દંડની રકમ રૂા. ૪૫ હજાર ભોગ બનનારને ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.