સુરેન્દ્રગર જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સુચનાઆપી હતી.આથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોટીલા પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપીની બાતમી મળી હતી.જેના આધારે ચોટીલાના કાળાસર ગામના વતની હાલ ચુડાના ભાણેજડા ગામે રહેતા લાલો ઉર્ફે ઉમેદ શિવકુભાઇ ભાભળાને ચુડાના ભાણેજડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી નામાર્ગદર્શનમાં એએસઆઇ એ.વી.દાફડા,તેમજ વિજયસિંહ, ગોપાલસિંહ, સહિત ટીમ જોડાઇ હતી.