સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રીએ રૂપિયા 12.56 લાખની નવી એમ્બ્યુલન્સનું અને ડોર ટુ ડોર કલેક્શન માટે ટ્રેકટરનું લોકાર્પણ કર્યું હતુ.આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, આજે વણોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ મળવાથી આજુબાજુના ગામલોકો માટે આરોગ્યની સુવિધામાં વધારો થશે. આ એમ્બ્યુલન્સ આવવાથી દર્દીને ઇમરજન્સીના સમયે ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડી સારવાર કરાવી શકાશે. આ વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ ખૂબ ઉપયોગી સાબિત થશે.સાંસદની ગ્રાન્ટમાંથી શિક્ષણ અને આરોગ્યના કામોને અગ્રતા આપવામાં આવી રહી છે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં સંસદીય મત વિસ્તારના વિવિધ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 27 જેટલી એમ્બ્યુલન્સ સાંસદને મળતી ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્યને લગતા મેડિકલના સાધનો તેમજ શિક્ષણ વિભાગમાં કમ્પ્યુટર લેબ સહિતના સાધનો શૈક્ષણિક સુવિધા માટે સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યા છે. વધુમાં કેન્દ્રીય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના લોકો માટે આરોગ્યની સુવિધાઓ સરકારે સરળતાથી ઉપલબ્ધ બનાવી છે. આયુષ્યમાન ભારત જેવી યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી આજે સરળતાથી પહોંચી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Freebies Case: मुफ्त के चुनावी वादे पर Supreme Court ने लिया बड़ा फैसला | #SupremeCourt
Freebies Case: मुफ्त के चुनावी वादे पर Supreme Court ने लिया बड़ा फैसला | #SupremeCourt #Delhi
પાલનપુર અને ડીસામાં મગફળીની આવકથી માર્કેટયાર્ડ ઉભરાયું
બનાસકાંઠા જિલ્લામાં લાભપાંચમે માર્કેટયાર્ડ શરૂ થયા હતા. જ્યાં પાલનપુર, ડીસા અને ધાનેરા...
MP दिल दहला देने वाला हादसा: तेज रफ्तार ट्रैक्टर ने बाइक सवार को मारी टक्कर, मां और 8 माह के मासूम की मौके पर मौत, पति घायल, परिजनों ने किया प्रदर्शन
MP दिल दहला देने वाला हादसा: तेज रफ्तार ट्रैक्टर ने बाइक सवार को मारी टक्कर, मां और 8 माह के...
પર-સ્ત્રીના પ્રેમમાં અંધ બની પત્નીને ત્રાસ આપનાર પતિનું કાઉન્સિલિંગ કરી સીધા રસ્તે લાવી પતિ-પત્નીનું સુખદ મિલન કરાવતી 181અભયમ મહિલા હેલ્પલાઇન
પંચમહાલ જીલ્લા 181અભયમ મહિલા હેલ્પ લાઇનની ટીમને ગોધરા તાલુકાના અંતરિયાળ ગામમાંથી એક પીડિત મહિલાનો...
औंढा रस्ता दूरूस्ती करा;अन्यथा रास्तारोको आंदोलन छेडू
* अरुणा काळेंचा जिल्हाधिकाऱ्यांना निवेदनाद्वारे इशारा
जिंतुर :ता.9 तालुक्यातील आडगाव जि. प. सर्कलमधील जनतेच्या प्रमुख समस्यांसह जिंतूर-औंढा महामार्गात...